જામનગર જિલ્લામાંથી નાસતા ફરતા ચાર આરોપીઓ ઝડપાયા

  જામનગરના સજા વોરંટ ના ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી ની સુચના મુજબ પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર ના…

 

જામનગરના સજા વોરંટ ના ચાર આરોપીઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતા. જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. પો.ઇન્સ એન.બી.ડાભી ની સુચના મુજબ પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીંગમાં હોય દરમીયાન બાતમી આધારે સજા વોરંટ ના નાસ્તા ફરતા ચાર આરોપી ને પકડી પાડી જેલ હવાલે કરવામા આવ્યા છે.

જેમાં કીશનભાઈ ભરતભાઈ કંસારા (રહે.એ-2/201 આવાસ મયુરનગર રોડ આઠ માળીયા આવાસ જામનગર), દિનેશભાઇ વાલજીભાઇ બાંભવા (રહે શક્તીનગર શેરી નં. ર કામદાર કોલોની જામનગર), મોહનભાઇ ભીખાભાઈ સોનગરા ( રહે.ગોકુલનગર મથુર નગર પ્લોટ નં:-239/23 મયુર એવન્યુ શેરી નં-2/બી જામનગર) અને પરેશભાઈ મશરીભાઇ છૈયા (રહે. ક્રુષ્નનગર શેરી નં ર જામનગર હાલ માધવબાગ 1 આશાપૂરા એવન્યુ ફ્લેટ 401 જામનગર) નો સમાવેશ થાય છે. આ કાર્યવાહી પો.ઇન્સ. એન.બી.ડાભી ની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *