ગુજરાતમાં અકસ્માતની ચાર ઘટના, 11ના મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ચાર અલગ-અલગ ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે. બનાસકાંઠા-પાલનપુર હાઇવે પર રિક્ષાને અજાણયા વાહને ઠોકરે ચડાવતા દંપતિ સહિત ત્રણના મોત નીપજ્યા હતા.…

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ચાર અલગ-અલગ ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે. બનાસકાંઠા-પાલનપુર હાઇવે પર રિક્ષાને અજાણયા વાહને ઠોકરે ચડાવતા દંપતિ સહિત ત્રણના મોત નીપજ્યા હતા. અમીરગઢ નજીક બાઇકને ઠોકર મારતા જીઆરડી જવાન સહિત બેના મોત નીપજ્યા હતા. તેમજ ભરૂચ નજીક દિલ્હી-મુંબઇ હાઇવે પર કાર અને આઇસર વચ્ચે અકસ્માત થતાં વડોદરાના ઙજઈં સહિત ત્રણના મોત નીપજ્યા હતા. તેમજ ગાંધીનગર પાસે ગરબા રમી પરત ફરતી રાજકોટની તબીબી છાત્ર સહિત ત્રણ લોકોએ દમ તોડ્યો હતો.

મળતી માહિતી મુજબ, ડીસા તાલુકાના સોડિયા ગામનો પરિવાર પાલનપુર ખાતે સારવાર કરાવીને રિક્ષામાં ડીસા તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન બાદરપુરા પાટિયા નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોડિયા ગામના પતિ-પત્ની અને સોતમલા ગામના રિક્ષાચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં બીજી દુર્ઘટના અમીરગઢ નજીક પવન સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે બની હતી. અહીં બાઈક પર સવાર બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારતાં બંનેનાં મોત થયાં હતાં. મૃતકોમાં એક GRD જવાન અને તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ભરૂૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર વડોદરાથી ભરૂૂચ તરફ આવી રહી હતી, ત્યારે આઈસર સાથે ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

મિત્રો એક મિત્રને મળવા માટે ભરૂૂચ આવી રહ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂૂ કરી હતી. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગળ ચાલતા ટેમ્પામાં કાર પાછળથી ભટકાય હતી અને કાર પાછળથી અન્ય વાહનની પણ ટક્કર લાગતા કાર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતાની સાથે જ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ ગાંધીનગરના અડાલજ રોડ પર આવેલી મહારાજા હોટેલ નજીક આજે દશેરાની વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલી હોન્ડાઈ વરના કાર (ૠઉં-01-ઊંઠ-5647) રોડ વચ્ચેના ડિવિડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ચારમાંથી એક યુવક અને યુવતીનું સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *