નોબેલ ફાઉન્ડેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આલ્ફ્રેડ નોબેલની વસિયત અને નિયમો મુજબ આ પુરસ્કાર માત્ર એવી વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવે છે જેમણે માનવજાત માટે શ્રેષ્ઠ અને સૌથી વધુ કલ્યાણકારી કાર્ય કર્યું હોય કોઈપણ વિજેતા પોતાનો પુરસ્કાર અન્ય કોઈ વ્યક્તિને ’ટ્રાન્સફર’ કે ’ડિસ્ટ્રીબ્યુટ’ કરી શકતા નથી, ’પ્રતીકાત્મક’ રીતે પણ આ એવોર્ડ બીજાને આપવો તે સંસ્થાના નિયમો અને ગરિમાની વિરુદ્ધ છે.
વેનેઝુએલાના નેતા મારિયા કોરિના મચાદો દ્વારા પોતાનો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કરવાના અથવા ભેટ આપવાના પ્રયાસે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં મોટો વિવાદ સર્જ્યો છે. આ ઘટના બાદ નોબેલ ફાઉન્ડેશને તાત્કાલિક અસરથી એક કડક અને સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે આ વિશ્વપ્રસિદ્ધ સન્માન કોઈ રાજકીય ભેટ નથી જેની લેવડદેવડ થઈ શકે.
ફાઉન્ડેશનના આ નિવેદને ટ્રમ્પની નોબેલ મેળવવાની ઈચ્છા પર પાણી ફેરવી દીધું છે.
નોબેલ ફાઉન્ડેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આલ્ફ્રેડ નોબેલની વસિયત અને નિયમો મુજબ આ પુરસ્કાર માત્ર એવી વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવે છે જેમણે માનવજાત માટે શ્રેષ્ઠ અને સૌથી વધુ કલ્યાણકારી કાર્ય કર્યું હોય. ફાઉન્ડેશને જોર આપીને જણાવ્યું છે કે કોઈપણ વિજેતા પોતાનો પુરસ્કાર અન્ય કોઈ વ્યક્તિને ’ટ્રાન્સફર’ કે ’ડિસ્ટ્રીબ્યુટ’ કરી શકતા નથી. ફાઉન્ડેશને ત્યાં સુધી કહ્યું કે ’પ્રતીકાત્મક’ રીતે પણ આ એવોર્ડ બીજાને આપવો તે સંસ્થાના નિયમો અને ગરિમાની વિરુદ્ધ છે.
આ ઘટનાને ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટા રાજદ્વારી અને વ્યક્તિગત ઝટકા તરીકે જોવામાં આવી રહી છે. ટ્રમ્પ લાંબા સમયથી નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા ધરાવતા હતા. મારિયા કોરિના મચાદોએ જ્યારે તેમને આ એવોર્ડ આપવાની વાત કરી ત્યારે તેને ટ્રમ્પની મોટી ઉપલબ્ધિ ગણાવવામાં આવી રહી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિવેદન ટ્રમ્પની એ છબી પર સીધો પ્રહાર છે જેમાં તેઓ પોતાને દરેક મોટા સન્માનના હકદાર માને છે. ફાઉન્ડેશને પરોક્ષ રીતે સંદેશ આપ્યો છે કે દુનિયાની સૌથી મોટી તાકાતના રાષ્ટ્રપતિ હોવાનો અર્થ એ નથી કે તમે ઈતિહાસના સૌથી પ્રતિષ્ઠિત સન્માનને તમારી અંગત જાગીર સમજી શકો.
નોબેલ ફાઉન્ડેશને આ પ્રકરણને ’રાજકીય સોદાબાજી’ કે ’રિટર્ન ગિફ્ટ’ સંસ્કૃતિનો ભાગ બનતા અટકાવ્યો છે. ફાઉન્ડેશને કડક વલણ અપનાવતા કહ્યું કે નોબેલ પુરસ્કાર કોઈ ’ખૈરાત’ નથી કે જેને મનફાવે તેમ વહેંચી શકાય અને તે કોઈ ગલી-મહોલ્લાની ટ્રોફી નથી.
વેનેઝુએલામાં સત્તા સંઘર્ષ વચ્ચે મચાદોએ ટ્રમ્પને ખુશ કરવા આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ સ્ટોકહોમ સ્થિત સંસ્થાએ નિયમોનું પાલન કરીને આખી ઘટનાની હવા કાઢી નાખી છે. આજ રોજ આવેલા આ સમાચારોએ વૈશ્વિક સ્તરે એ સ્પષ્ટ કરી દીધું છે કે નોબેલ પુરસ્કારની ગરિમા અને તેના માપદંડોને રાજનીતિ માટે વાળી શકાતા નથી.
