અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશે

1/6/21 થી 31/05/22 સુધીમાં જન્મેલ બાળકનાં ફોર્મ ભરી શકાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસા.,…

1/6/21 થી 31/05/22 સુધીમાં જન્મેલ બાળકનાં ફોર્મ ભરી શકાશે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસા., સાઘુ વાસવાણી માર્ગ, ડો. હોમિ જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દુધ સાગર માર્ગ, કવિ શ્રી નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા, 3/9 ગાયત્રીનગર બોલબાલા માર્ગ ખાતે આવેલ શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ તા. 25/04/2025, શુક્રવાર થી તા.05/05/2025, સોમવાર સુધી જાહેર રજાના દિવસ સીવાય દરરોજ સવારના 08-00 થી બપોરે, 01-00 દરમ્યાન ઉકત તમામ સરનામે દર્શાવામાં આવેલ શાળામાંથી મેળવવાના રહેશે. તેમજ તા.05/05/2025, સોમવાર સુધીમા ભરી પરત ત્યાં જ જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે બાળકના જન્મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઈઝ ફોટો તથા રેસીડેન્ટ પ્રુફની નકલ સાથે લાવવાની રહેશે. જે બાળકની જન્મ તારીખ 01/06/21 થી 31/05/22 સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *