પાણી-પાઇપ લાઇન-ભૂગર્ભ ગટર અંગે તંત્રને ઢંઢોળ્યું
કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં ભરશિયાળે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આક્ષેપો , છેલ્લા દોઢ-બે વર્ષથી કાલાવડ નગરપાલિકા વિસ્તારની પ્રજાને અનિયમિત પીવાનું પાણી મળે છે.. આજે છ દિવસ થયા હોવા છતા પણ હજુ સુધી ઘણા વિસ્તાર માં પીવાનું પાણી પણ મળતું નથી..લોકોને છ છ દિવસ સુધી પીવાના પાણી ની વ્યવસ્થા હોવા છતાં પણ પાણી મળતું નથી…છેલ્લા બે વર્ષથી કાલાવડ નગર પાલિકા મા વહિવટીદાર શાસન હોવાથી અનેકવાર સૌ સાથે મળીને અનેક વખત રજૂઆત કરેલ છે. પરંતુ ભાજપનાજ આગેવાનો ની રજૂઆતને સાંભળવા કોઈ તૈયાર જ નથી. કાલાવડ નગરપાલિકા વિસ્તાર ગોકુલનગર, ક્રિષ્ના 1 અને 2 સોસાયટી માં છેલ્લા છ દિવસ થી પીવાનું પાણી મળતું નથી. કયા કારણોસર પીવાના પાણીની લાઈનનું જોડાણ કેમ આપવામાં આવતુ નથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આજ રીતે ત્રણેક વર્ષ નગરપાલિકા દ્ધારા ભુર્ગભ ગટર કામગીરીનું કામ શરૂૂ કરવામાં આવેલ એ કામ પણ ત્રણ વર્ષ થયા પુર્ણ કરવામાં આવતુ નથી. છેલ્લા બે વર્ષથી આ સોસાયટીના લોકો સામુહિક રીતે આ પ્રશ્નો માટે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને અનેક વખત રજૂઆત કરેલ છે. નગર પાલિકાના ચીફ ઓફિસર ને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ભાજપના બે સિનિયર નેતાઑની રજૂઆત હોવા છતાં પણ નગરપાલિકા દ્ધારા આ કામો ન કરવાથી ભારે રોષ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે.આ પીવાના પાણીની પાઇપલાઈન અને અધુરી ગટર લાઈનનું કામ તાત્કાલિક પુર્ણ કરવા શહેરીજનો ની માંગ ઉઠવા પામી છે.
