પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ મામલે 14 વર્ષની જેલની સજા સંભળાવાવમાં આવી છે તેમની પત્ની બુશરાબીબીને પણ 7 વર્ષની સજા સંભળાવી છે. ઇમરાનની પત્ની બુશરાની ધરપકડ કરવાનો આદેશ આપી દીધો છે. તેમની પત્ની ચુકાદો સાંભળવા અદિયાલા જેલમાં હાજર હતી. જ્યાં પોલીસે તેમને ઔપચારિક ધરપકડ કરીને ઘેરી લીધા.
ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ આજે અદિયાલા જેલમાં બનેલી કામચલાઉ કોર્ટમાં આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જ્યારે આ પહેલા સજાનો નિર્ણય ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો છે. કોર્ટે ઈમરાન પર 10 લાખ રૂૂપિયા અને બુશરાને 5 લાખ રૂૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો તે દંડ ભરવામાં નિષ્ફળ જાય તો તેને 6 મહિનાની જેલની સજા થશે. આદિઆલા જેલની બહાર કડક સુરક્ષા વચ્ચે ચુકાદો સંભળાવવામાં આવ્યો, ત્યારબાદ બુશરાની કોર્ટરૂૂમમાંથી જ ધરપકડ કરવામાં આવી.
મહત્વનું છે કે ઇસ્લામાબાદની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે ચુકાદો સંભળાવવા માટે આજે 17 જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ ગયા વર્ષે 18 ડિસેમ્બરે કેસની સુનાવણી પૂર્ણ કરી હતી, જ્યારે ચુકાદો સંભળાવવા માટે 23 ડિસેમ્બરની તારીખ અનામત રાખી હતી. બાદમાં તેમણે ચુકાદો જાહેર કરવા માટે 6 જાન્યુઆરીની તારીખ નક્કી કરી.
જસ્ટિસ રાણા 6 જાન્યુઆરીએ રજા પર હતા, તેથી નિર્ણય 13 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો. ત્યારબાદ આરોપીઓની કોર્ટમાં ગેરહાજરીનું કારણ આપીને ન્યાયાધીશે ફરી એકવાર ચુકાદાની જાહેરાત 17 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો હતો.