પીસીબી સાથેના વિવાદોના કારણે સાત મહિનામાં જ કોચ પદ છોડયું હતું
પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનની પુરૂૂષ ક્રિકેટ ટીમના કોચ તરીકેનો પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યકાળ માત્ર 7 મહિનામાં જ પૂર્ણ કરી દીધો છે. વર્ષ 2024માં શરૂૂ થયેલી આ સફર એ જ વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થઈ ગઈ. ગિલેસ્પીએ પાકિસ્તાન સાથેના આ ટૂંકા કાર્યકાળ અને રાજીનામા પાછળના કારણો વિશે ખુલીને વાત કરી છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, તેમને ભારતીય ટેસ્ટ ટીમના કોચ બનવામાં જરાય રસ નથી.
તાજેતરમાં, ગિલેસ્પીના એકસ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર એક યુઝરે તેમને પૂછ્યું હતું કે, શું તેઓ ક્યારેય ભારતીય ટેસ્ટ ટીમના કોચ બનવા પર વિચાર કરશે? યુઝરે લખ્યું હતું કે, જેસન, તમારે હવે ભારતને કોચિંગ આપવું જોઈએ કારણ કે તેઓ હારી રહ્યા છે. માત્ર હાર જ નહીં પરંતુ ઘરઆંગણે તેમનો વ્હાઇટવોશ થઈ રહ્યો છે. તેમને ખરેખર તમારી જરૂૂર છે. યુઝરે એવો પણ સંકેત આપ્યો હતો કે ગૌતમ ગંભીરની અસ્થિર ભૂમિકા વચ્ચે ગિલેસ્પી માટે જગ્યા ખાલી થઈ શકે છે. જોકે, ગિલેસ્પીએ આનો અત્યંત ટૂંકો અને સચોટ જવાબ આપ્યો હતો. તેમણે માત્ર બે શબ્દોમાં કહ્યું, ના, આભાર.
ગિલેસ્પીએ ભારતીય કોચનું પદ ઠુકરાવવા માટે કોઈ ખાસ કારણ આપ્યું નથી, પરંતુ તે સમજવું મુશ્કેલ નથી. છેલ્લા 10 થી 15 વર્ષોમાં ભારતીય ક્રિકેટ બોર્ડ એ સ્થાનિક કોચોને વધુ પ્રાથમિકતા આપી છે. પાકિસ્તાનમાં પોતાના ખરાબ અનુભવ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેના વિવાદો બાદ, ગિલેસ્પી કદાચ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ મોટું પદ લેતા અચકાઈ રહ્યા છે, ખાસ કરીને એશિયાના એવા વાતાવરણમાં જેનાથી તેઓ સંપૂર્ણ પરિચિત નથી.
