ગુજરાત મિરર, જામનગર તા.18
જામનગરમાં હાલના હાઉસ નજીક ડ્રીમ સિટી વિસ્તારમાં રહેતા અને ડી.કે.વી. રોડ પર આવેલી શ્રીરામ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનરાજભાઈ નવીનભાઈ સોઢા એ પોતાના ઉપર માથામાં લોખંડના કડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાની જ કંપનીમાં અગાઉ લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અને હાપા વિસ્તારમાં રહેતા શિવરાજ સિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતે ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, જે કંપનીમાં આરોપી અગાઉ લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા, ત્યારે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન બરાબર કામ કરતા ન હોવાથી કંપનીની વડી કચેરી દ્વારા તેની અન્ય જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી હતી, જે બદલી મેનેજર દ્વારા કરવામાં આવી હોવાની શંકા રાખીને તેના પર આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું હતું. સિટી બી. ડિવિઝન ના એ.એસ.આઇ. એ.બી. ચાવડા તપાસ ચલાવે છે.
ફાઈનાન્સ કંપનીના મેનેજર પર પૂર્વ કર્મચારીનો હિચકારો હુમલો
ગુજરાત મિરર, જામનગર તા.18જામનગરમાં હાલના હાઉસ નજીક ડ્રીમ સિટી વિસ્તારમાં રહેતા અને ડી.કે.વી. રોડ પર આવેલી શ્રીરામ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ધનરાજભાઈ…
