જૂનાગઢમાં એમજી રોડ પર બાઈક અથડાવાની નજીવી બાબતે પૂર્વ ડે. મેયરનાં પતિ અને યુવક વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો અનુસાર પૂર્વ ડે. મેયરનાં પતિ ભરતભાઈ પરમાર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે રાણાવાવ ચોક પાસે આ માથાકુટ થઇ હતી. આ મામલે ભરત પરમારે કહ્યું કે હું બપોરે કાળવા ચોકથી કેબલની ઓફીસે જતો હતો ત્યારે રાણાવાવ ચોક નજીક પુરપાટ બાઇક આવતા હુું ઉભો રહી ગયો હતો અને તે ચાલક વચ્ચે ઝપાઝપી થઇ હતી.
આ મામલે સમાધાન થઇ ગયું હતું. પોલીસ એમજી રોડ રાણાવાવ ચોકની ઘટના મામલે પોલીસે સરકાર તરફે ફરિયાદી બની બંને વિરુદ્ધ જાહેર સુલેહ શાંતિના ભંગનો ગુનો નોંધવાની અને અટકાયતી પગલાં લીધા છે.