સંઘ ગણવેશમાં જોવા મળ્યા પૂર્વ ક્રિકેટર કેદાર જાધવ

પુનાના વિજયાદસમીના કાર્યક્રમમાં જોવ મળ્યા ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ તેનું ક્રિકેટ પ્રદર્શન…

પુનાના વિજયાદસમીના કાર્યક્રમમાં જોવ મળ્યા

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ તેનું ક્રિકેટ પ્રદર્શન નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવમાં તેની ભાગીદારી છે. 20 ઑક્ટોબરે પુણેના ડેક્કન જિમખાના કોલોની વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં કેદાર જાધવ સંઘના કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યાર બાદ તેણે સંઘના ગણવેશમાં પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

કેદાર જાધવે શેર કરેલા ફોટામાં તે સફેદ શર્ટ, ખાખી પેન્ટ અને કાળી ટોપી પહેરેલો જોવા મળે છે. તેના હાથમાં સંઘના પથસંચલન દરમિયાન ઉપયોગમાં લેવાતો દંડ પણ જોવા મળે છે. ક્રિકેટના મેદાન પર પોતાની અલગ ઓળખ બનાવનારા જાધવને આ રીતે આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેતા જોઈને તેના ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. તેના આ ફોટાઓ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ભાગીદારીને લઈને ચર્ચા શરૂૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *