પૂર્વ મહિલા ડે. મેયરને પૂર્વ કોર્પોરેટરે કહ્યું, “જાહેરમાં કપડાં ઉતારીને ભગાડીશ !”

શહેર અને જીલ્લાના પ્રમુખ પદ માટેના ફોર્મ વિતરણ કાર્યક્રમ દરમ્યાન જ પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુકલ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે જાહેરમાં જ જામી…

શહેર અને જીલ્લાના પ્રમુખ પદ માટેના ફોર્મ વિતરણ કાર્યક્રમ દરમ્યાન જ પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુકલ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે જાહેરમાં જ જામી પડતા કાર્યકરોમા આ મુદો ટોક ઓફ ટાઉન બની ગયો છે.

બંન્ને ભાજપ નેતાઓએ એકબીજા ઉપર બેફામ આક્ષેપો કર્યા છે, સુનીતા શુકલે હર્ષિત તલાટીને કહયુ કે અમારામા નૈતિકતા છે અમારા કપડા નહી ઉતરે તો સામી બાજુ હર્ષિત તલાટીએ જાહેરમા કપડા ઉતારીને ભગાવુ તેવુ જણાવતા વાત વધુ વણસી હતી જો કે હર્ષિત તલાટીએ પોતે આવુ કંઇ બોલ્યા ન હોવાનુ જણાવ્યુ હતુ.વડોદરા શહેર અને જિલ્લાના નવા બનેલા નમો કમલમ કાર્યાલય ખાતે ચાલી રહેલા સંગઠન પર્વને લઈને પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે શહેર અને જિલ્લામાં ભાજપ પ્રમુખ બનવા અંદાજિત 35 થી વધુ દાવેદારો મેદાનમાં છે.

આવતીકાલે શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની ચર્ચા માટે સંકલનની બેઠક મળશે. શહેરના કારેલીબાગ સ્થિત ભાજપના નવા નમો કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ માટે મુખ્ય દાવેદારો પ્રમુખ ડો. વિજય શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મંત્રી જીતુભાઈ સુખડિયા, પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ સિન્ડીકેટ સભ્ય જીગર ઈનામદાર, પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ મેયર સુનિલ સોલંકી, પૂર્વ મેયર જીગીષાબેન શેઠ, શહેર મહામંત્રી અશોક ચૌધરી, શહેર મહામંત્રી સત્યેન કુલાબકર, પૂર્વ કોર્પોરેટર પ્રદિપ જોશી, પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સતિષ પટેલ, પૂર્વ યુવા મોરચા પ્રમુખ કૃણાલ પટેલ (કે.પી.), પૂર્વ વોર્ડ પ્રમુખો અને કોર્પોરેટરો પ્રમુખ પદ માટેની દાવેદારી કરવા પહોંચ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય પર શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ થઇ હતી જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી અને બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાખડ્યા હતા સુનીતા શુક્લએ હર્ષિત તલાટીને કહ્યું, અમારામાં નૈતિકતા છે કે અમારા કપડા નહીં ઉતરે હર્ષિત તલાટી પર જાહેરમાં કપડા ઉતારીને ભગાવું તેવો આક્ષેપ કરી સુનીતા શુક્લ બાખડ્યા અન્ય નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો ભાજપ ના પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટીએ જાણાવ્યું હતું કે, સુનિતા શુક્લ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે હું આવું બોલ્યો જ નથી, મને કોઈના ઈશારે બદનામ કરવાનું છે ષડયંત્ર છે હું પ્રમુખ પદનો પ્રબળ દાવેદાર છું એટલે મારા પર દાગ લગાવવાની કોશિશ કરાઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *