પૂર્વ નગરસેવક ડો. રામજીભાઈ સાવલિયાનું હાર્ટએટેકથી મોત

જામનગર ના પૂર્વ નગર સેવક અને શહેરના જાણીતા તબીબ ડો.રામજીભાઈ હરજીભાઈ સાવલિયા (ઉ.વ.76) ને શનિવારે સાંજે એકાએક વોકિંગ દરમિયાન તળાવની પાળે હૃદય રોગનો હુમલો આવી…

જામનગર ના પૂર્વ નગર સેવક અને શહેરના જાણીતા તબીબ ડો.રામજીભાઈ હરજીભાઈ સાવલિયા (ઉ.વ.76) ને શનિવારે સાંજે એકાએક વોકિંગ દરમિયાન તળાવની પાળે હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઇ છે.જામનગરના માજી નગર સેવક અને રણજીત નગર વિસ્તારમાં જ જનરલ પ્રેક્ટિસ કરતા ડો. આર.એચ. સાવલિયા (ઉ.વ. 76) કે તેઓ શનિવારે સાંજે લાખોટા તળાવની પાળે વોકિંગ માટે નીકળ્યા હતા. જ્યાં તેઓનું એકાએક હૃદય બંધ પડી જતાં મૃત્યુ નીપજ્યું છે. 108 ની ટુકડી આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી, પરંતુ તેઓએ તબીબ રામજીભાઈ સાવલિયા ને મૃત ઘોષિત કર્યા હતા.ત્યારબાદ તેમના પુત્ર જય રામજીભાઈ સાવલિયા ઉપરાંત અન્ય પરિવારજનો, મિત્ર વર્તુળ વગેરે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. બનાવની જાણ થવાથી દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી નો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *