જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષ પલટા ની મૌસમ ચાલી રહી છે.આજે બસપા ના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસ માં જોડાયા હતા .જયા કોંગ્રેસ આગેવાનો દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું.પાંચ વર્ષ પહેલા યોજાયેલી જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર છ માંથી બસપા માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ફુરકાન શેખે હવે બસપા ને રામરામ કર્યા છે.અને આજે કોંગ્રેસ નો હાથ પકડ્યો છે.
જામનગર માં કોંગ્રેસ કાર્યાલય માં આયોજિત પાર્ટી પ્રવેશ કાર્યક્રમ માં પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની ઉપસ્થિતિ માં ફુરકાન શેખ એ આજે કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો. હવે તેઓ વોર્ડ નંબર 6 માં કોંગ્રેસ તરફ.ચૂંટણી લડશે.
