એક જ દિવસમાં 15 કરોડની કમાણી કરી
ફાઇનલ મેચમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો હતો. સ્પેનની જીત સાથે પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાને લોટરી લાગી છે. મિયા ખલીફાએ એક જ દિવસમાં કરોડોની કમાણી કરી છે. સ્પેનની ફિફા વર્લ્ડ કપમાં જીત બાદ મિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે કેવી રીતે 15 કરોડ જીતી તેનો ઉલ્લેખ કર્યો છે.
સ્પેનની જીતનો હીરો સબસ્ટિટ્યુટ ફેરન ટોરેસ હતો, જેણે એક્સ્ટ્રા ટાઈમમાં નિર્ણાયક ગોલ કરીને 2010 પછી ટીમને બીજો ખિતાબ અપાવ્યો. સ્પેન ફિફા વર્લ્ડ કપમાં જીત્યા બાદ પૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. મિયાએ જણાવ્યું કે રવિવારની ફાઇનલમાં આર્જેન્ટિનાની હાર માટે સ્પેન પર 1 મિલિયન (લગભગ ₹10 કરોડ)નો દાવ લગાવ્યો હતો, તેથી સ્પેને વર્લ્ડ કપ જીતતાની સાથે જ તેને 1.5 મિલિયન (લગભગ ₹15 કરોડ) જીત્યા હતા.
મેચ પછી મિયા ખલીફાએ સ્ટેડિયમમાંથી સોશિયલ મીડિયા પર ઘણા ફોટા પોસ્ટ કર્યા. લેમિન યમાલની જર્સી પહેરીને તેણીએ ફાઇનલની ક્ષણો શેર કરી અને તેણે જીતેલી બેટનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો. તેણીએ પોસ્ટની સાથે લખ્યું, વિશ્વાસ મૂક્યો અને મોટી જીત મેળવી, સ્પેન પર ખૂબ ગર્વ છે (જોકે મારામાં સ્પેનિશ લોહીનું એક ટીપું પણ નથી). તેણીએ મજાકમાં કહ્યું કે તે સ્પેનિશ મૂળની ન હોવા છતાં તેણે ચેમ્પિયન ટીમને સમર્થન આપ્યું.
