રૂા.15.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ, હિમાચલના વાઈન શોપના માલિકે દારૂ મોકલ્યો હોવાનું ખુલ્યું
હરિયાણા થી રાજકોટ આવતો રૂૂ.6.48 લાખનો વિદેશી દારૂૂ બાવળા પોલીસે અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર બળવા પાસેથી ઝડપી લઇ વિદેશી દારૂૂની 648 બોટલ સાથે હરિયાણના ત્રણ શખ્સોની ધરપકડ કરી દારૂૂ, કાર, મોબાઇલ, સહિત રૂૂ.15.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પુછપરછમાં ચંદીગઢમાં હિમાચલ વાઇન શોપના માલિક સહીત સપ્લાયરના નામ ખુલ્યા છે.
બાવળા પોલીસને બાતમી મળી હતી કે એક બ્રેઝા કાર અને એક અટગા કારમાં દારૂૂનો જથ્તો અમદાવાદથી રાજકોટ જઇ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બંને કારમાંથી દારૂૂની કુલ 648 બોટલ (કિ.રૂૂ.6,46,800) બ્રેઝા કાર (રૂૂ. 5,00,000), અર્ટીગા કાર રૂૂ. 4,00,000, ત્રણ મોબાઈલ (કિં.રૂૂ. 17,000) અને રૂૂ.1,000ની રોકડ મળી કુલ રૂૂ. 15,64,800નો મુદ્દામાલ સાથે હરિયાણા ગસઓખુદના કેતન મહેન્દ્રસિંહ નાઈ (ઉં.વ.19) હરિયાણા લોહચબના ગુરમીતસિંહ જોગીદરસિંહ જાટ (ઉં.વ.27) હરિયાણા રોહતકના શક્તિજી ખરેટીના રામચંદન જાટ (ઉં.વ.32)ની ધરપકડ કરી છે. આ ત્રણેયની પુછપરછ કરતા દારૂૂ સપ્લાય કરનાર ચંદીગઢમાં હિમાચલ વાઇન શોપનો માલિક હેપ્પીનું નામ ખુલ્યું છે. જેને વોન્ટેડ જાહેર કર્યો છે.
