ગોંડલના વોરાકોટડા રોડ પરથી ઓટોરિક્ષામાંથી 1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગોંડલ નાં વોરાકોટડા રોડ પર થી એલસીબીએ રીક્ષામાં થી વિદેશી દારુની રુ.1,29,750 ની કિંમત ની 260 નંગ બોટલ સાથે એક શખ્સ ને જડપી લઇ રુ.1,59,750…

ગોંડલ નાં વોરાકોટડા રોડ પર થી એલસીબીએ રીક્ષામાં થી વિદેશી દારુની રુ.1,29,750 ની કિંમત ની 260 નંગ બોટલ સાથે એક શખ્સ ને જડપી લઇ રુ.1,59,750 નો મુદ્દામાલ કબ્જે કરી દારુનો જથ્થો પુરો પાડનાર બુટલેગર ની શોધખોળ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પીઆઇ ઓડેદરા, પીએસઆઇ ગોહેલ, બાલકૃષ્ણ ત્રીવેદી, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી સહિત પેટ્રોલીંગ માં હતા ત્પારે જીજે 03 એયુ 2106 નંબર ની ઓટોરીક્ષા લઇ પસાર થઇ રહેલા આવાસ ક્વાર્ટર માં રહેતા સરફરાજ ઉર્ફ નોડી હુશેન શેખ ને અટકાવી રીક્ષાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારુનો જથ્થો મળી આવતા સરફરાજ ની અટક કરી પૂછપરછ કરતા દારુનો જથ્થો વોરાકોટડા રોડ પર રહેતા બુટલેગર જયેશ ઉર્ફ ટકો ગાંડુભાઇ મોવલીયા એ મોકલ્યાનુ કહેતા પોલીસે જયેશ ને પકડવા તજવીજ હાથ ધરીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *