ગુજરાતમાં પ્રથમ વખત હાઇકોર્ટ દ્વારા 33 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી

ગુજરાત રાજ્યમાં પહેલીવાર સૌથા વધુ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટે મંજુરી આપી છે. જેમાં રાજકોટથી 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત…

ગુજરાત રાજ્યમાં પહેલીવાર સૌથા વધુ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટે મંજુરી આપી છે. જેમાં રાજકોટથી 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે મંજૂર કરી હતી. આ બનાવમાં સગીરાનુ તેની પડોશમાં રહેતા યુવક દ્વારા શારીરિક શોષણ કરતા તે ગર્ભવતી બની હતી. આ અંગે આરોપી યુવક સામે રાજકોટ ઇ ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષમાં આ કેસ સહિત 16 પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 13 સગીરાનો સમાવેશ થાય છે.

હાઇકોર્ટે રાજકોટની પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલને સગીરાની મેડિકલ તપાસ કરવા આદેશ આપ્યા હતા. જેના રિપોર્ટ મુજબ ગર્ભપાતમાં હાઈરિસ્ક રહેલું છે. તેનો 1.99 કિલોનો ગર્ભ છે. ગર્ભપાત સમયે ICUની જરૂૂર પડી શકે તેમ છે. તે એનિમિયા અને માઈલ્ડ ઇન્ટેલેક્યુઅલ ડિસેબીલીટીથી પણ પીડાઈ રહી છે.

ડોક્ટરોની પેનલે ગર્ભપાત માટે સલાહ આપી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે વર્ષ 2021 માં જછજના આંકડા મુજબ દર 1 લાખ માતાઓ પૈકી બાળકને જન્મ આપતી વખતે ગુજરાતમાં 53 માતાઓ મૃત્યુ પામે છે. સગીરાને એનિમિયાની પણ સારવાર આપવામાં આવશે. તેનું અને તેના માતા પિતાનું ક્ધસેન્ટ લેવામાં આવશે. કોર્ટ દ્વારા ઓપરેશન સમયે લોહીની વ્યવસ્થા રાખવા અને એક્સપર્ટ ડોક્ટરોની ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *