રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આજે કલેકટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં 100 જેટલા કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 25 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સાંભળવામાં આવ્યા હતા. જ્યારે આસામી સામે કેસ નોંધવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે એક કેસને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. તેમજ 27 જેટલા કેસોમાં સમાધાન પણ થયું છે. અને 68 ડ્રોપ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષ સ્થાને લેન ગ્રેબિંગની બેઠક યોજાય હતી. આ બેઠકમાં 100 જેટલા કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જ્યારે એક કેસને પેઇન્ટિંગ રાખવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત પોલીસ કમિશનર, રૂરલ એસ.પી., મ્યુનિ. કમિશનર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને નવી માર્ગદર્શિકા મુજબ અરજદારોને રૂબરૂ હાજર સાંભળવામાં આવ્યા હતાં. આ બેઠકમાં પ્રથમ વખત 27 કેસમાં સમાધાન થયું હતું.