મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓની સાથોસાથ સ્પેશિયલ પનીર ચાલુ ડ્રાઇવ યોજી અમુલ મલાઇ પનીર, દુધ મસ્તી પનીર, ડેલારા મલાઇ પનીર સહિતના પનીરના અને પનીરની શબ્જીના 14 સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા તેમજ અલગ અલગ 11 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી 6 એકમોને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કાલાવડ રોડ-યુની. રોડ વિસ્તારમાં કુલ 11 પેઢીની તપાસ કરવામાં આવેલ. જેમાં (01) અક્ષર પાઉભાજી ચાઇનીઝ પંજાબી-યશરાજ કોમ્પ્લેક્સ યુનિવર્સિટી રોડ, રાજકોટની તપાસ કરતા સ્થળ પર વાસી પ્રિપેડ ફૂડનો 05 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
(02)ફિલ ઈન ક્વોલિટી આઈસ્ક્રીમ એન્ડ ફાસ્ટ ફૂડ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03) DISTINCTO FOODS LLP -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)કિરણ લાઈવ પફ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)કટક મટક ફાસ્ટ ફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય પાન હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07) ICY SPICY કોલ્ડ્રિંક્સ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (08)પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ (9) ખોડીયાર હોટલ (10)અમર પાન પાર્લર (11)પટેલ ડેરી પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ (છાશ વાલા)ની ચકાસણી કરવામાં આવેલ હતી.
