સોફ્ટવેરની ગણતરી બન્ને સ્લેબમાં સરખી જ રહે છે: PGVCLની સ્પષ્ટતા
હાલમાં સોશિયલ મીડિયામાં પીજીવીસીએલ દ્વારા એક મહિનાના બદલે દર બે મહીને વસુલાતા બીલમાં ગ્રાહકોને થતાં નાણાકીય નુકશાનના દાવા અંગેના વાયરલ થયેલ વિડીયો અંગે પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવાયું છે કે, GERC (ગુજરાત ઇલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમીશન) ના સપ્લાય કોડ મુજબ 6 કિ.વો. થી ઓછો લોડ ધરાવતા ગ્રાહકોને દર બે મહીને ટેરીફ ઓર્ડરની બીલ સાયકલ પ્રમાણે બીલ આપવામાં આવે છે.
પીજીવીસીએલ તેના ગ્રાહકોને મંન્થલી અને બાય મંન્થલી યુનિટના સ્લેબ મુજબ જ બીલ આપે છે જેની રકમમાં કોઈ જ ફર્ક રહેતો નથી. સોફ્ટવેરની ગણતરી બન્ને સ્લેબમાં એકસરખી જ રહે છે જેથી ગ્રાહકોને નુકશાન જવાની વાત સત્ય થી તદ્દન વેગળી છે. વીજ ગ્રાહકોને સ્પષ્ટતા માટે જણાવવામાં આવે છે કે વીજબીલ માસિક અથવા દ્વિમાસિક પદ્ધતિથી જનરેટ થાય ત્યારે કુલ ચૂકવવાની રકમમાં કોઈ તફાવત આવતો નથી. જે નીચેના પત્રકમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જીઈઆરસી ટેરીફ ઓર્ડર મુજબના યુનિટના સ્લેબ પ્રમાણે મંથલી તેમજ બાય મંથલી બિલીંગ પીરીયડને ધ્યાને લઇ ને ગ્રાહકને નાણાકીય નુકશાન ન જાય તે મુજબ બિલીંગ સોફ્ટવેરમાં વીજ બીલની ગણતરી થાય છે.
માસિક બિલમાં એક મહિના દરમિયાન વપરાયેલા યુનિટ પ્રમાણે દર લાગુ પડે છે, જ્યારે દ્વિમાસિક બિલમાં બે મહિના દરમિયાન વપરાયેલા કુલ યુનિટને અનુરૂૂપ સ્લેબ મુજબ દર લાગુ કરવામાં આવે છે. અને બંને પદ્ધતિમાં વિજબીલની ગણતરી એવી રીતે કરવામાં આવે છે કે ગ્રાહક પર વધારાનો આર્થિક બોજો ન પડે અને કુલ બિલની રકમ એક સમાન રહે. વીજબીલ દર મહીને આવે કે દર બે મહીને આવે. ગ્રાહક દ્વારા ચૂકવવાની કુલ રકમમાં કોઈ ફરક પડતો નથી.

