ફ્લાવર શોના મુખ્ય આકર્ષણ ‘બૂકે’ને ગિનિસ બુકમાં સ્થાન

અમદાવાદ મ્યુનિ. દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાવર શોમાં તૈયાર કરાયેલા લાર્જેસ્ટ ફ્લાવર બૂકેને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. 10.24 મીટર ઊંચાઈ અને 10.84 મિટરની ત્રિજ્યા ધરાવતા આ…

અમદાવાદ મ્યુનિ. દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાવર શોમાં તૈયાર કરાયેલા લાર્જેસ્ટ ફ્લાવર બૂકેને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. 10.24 મીટર ઊંચાઈ અને 10.84 મિટરની ત્રિજ્યા ધરાવતા આ બૂકેએ યુએઈના રેકોર્ડને તોડીને પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આમ, સતત બીજા વર્ષે ફ્લાવર શોનું નામ ગિનિસ બુકમાં ચમક્યું છે. ગતવર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ બુકમાં સ્થાન મળ્યું હતું.

અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શોમાં ગતવર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ આ વર્ષે ફરી એકવાર કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોમાં તૈયાર કરાયેલા લાર્જેસ્ટ બૂકેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયું છે. સાઈઝના માપદંડોના આધારે બૂકેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા અમદાવાદનું નામ વિશ્વ ફલક પર ચમક્યું છે.

અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શોમાં પ્રથમ દિવસથી જ લાર્જેસ્ટ બૂકે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતું. આ લાર્જેસ્ટ બૂકે પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. 7 જાન્યુઆરીના રોજ ગિનિસ બુકની ટીમે લાર્જેસ્ટ ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે માન્યતા આપી હતી. ડે. મેયર જતીન પટેલ દ્વારા આ એવોર્ડ સ્વીકાર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *