લક્ષ્મીનગરમાં ચાર દી’ પહેલાં બનેલા રોડમાં લોટ, પાણી ને લાકડા, આંગળીના ટેરવે પોપડા ઉખડ્યા

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા નવનિર્મિત રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માત્ર ચાર દિવસ પહેલા જ બનાવવામાં…

રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા નવનિર્મિત રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, માત્ર ચાર દિવસ પહેલા જ બનાવવામાં આવેલો આ રોડ અત્યંત નબળી ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું છે જ્યાં રોડની કપચી આંગળીના ટેરવે જ ઉખડી રહી છે સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માત્ર ચાર જ દિવસ પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં તેની હાલત ખરાબ થઈ ગઈ છે.

નવો બનેલો આ રોડ માંડ એક ચોમાસું પણ કાઢી શકશે કે નહીં તેની શંકા છે. મહિલાઓએ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પણ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને તેની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા.

મનીષાબેન લુણાગરીયા નામના રહેવાસીએ જણાવ્યું હતું કે સાવ રફ કામ થયું છે. ડામર હાથમાં ઉખડીને આવે છે એવું કામ કરેલું છે. રોડ હાથેથી ઉખડે છે. બધો ડામર હાથમાં આવી જાય છે. આ કામ ચાર દિવસ પહેલા કરવામાં આવ્યું છે. ફરિયાદ ચોમાસા પહેલા કરવામાં આવી છે પણ ચાલુ વરસાદમાં કામ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *