પાંચ યુવાનોને સરકારી નોકરીની લાલચ આપી 34.20 લાખની ઠગાઇ

રાજકોટના બે ગઠિયાઓનું કારસ્તાન, પૈસા મેળવ્યા બાદ બંનેએ હાથ ઉંચા કરી દેતા ભોગ બનનારો પોલીસ મથકે પહોંચ્યા અમુક લેભાગુ તત્વો દ્વારા સરકારી નોકરી અપાવી દેવાની…

રાજકોટના બે ગઠિયાઓનું કારસ્તાન, પૈસા મેળવ્યા બાદ બંનેએ હાથ ઉંચા કરી દેતા ભોગ બનનારો પોલીસ મથકે પહોંચ્યા

અમુક લેભાગુ તત્વો દ્વારા સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી પૈસા પડાવતા હોય છે અને બાદમા પૈસા પડાવ્યા બાદ હાથ ઉંચા કરી દે છે. આવા તત્વો સામે અગાઉ પણ કાર્યવાહી થઇ ચુકી છે. તેમ છતા અમુક શિક્ષીત લોકો સરકારી નોકરી મેળવવાની લાલચમા અમુક લેભાગુ તત્વોને પૈસા આપી દે છે અને છેતરાય છે . ત્યારે આવો જ એક બનાવ રાજકોટ શહેરમા બનવા પામ્યો છે. રાજકોટ શહેરનાં બે ગઠીયાઓએ એક યુવતી સહીત પાંચ શિક્ષીત લોકોને સ્ટાફ નર્સમા સરકારી નોકરી અપાવી દેવાની લાલચે વ્યકિત દીઠ છ થી 8 લાખ રૂપીયા એમ કુલ 34.20 લાખ રૂપીયા ઉઘરાવી મોબાઇલ ફોન બંધ કરી દેતા છેતરપીંડીનો ભોગ બનનાર તમામ લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસે તમામનાં નીવેદન નોંધ્યા બાદ રાજકોટનાં બંને શખ્સો વિરુધ્ધ વિશ્ર્વાસઘાત અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ શહેરનાં માયાણી નગર ચોક પાસે આવેલી લક્ષ્મી નગર સોસાયટી પાસેનાં કવાર્ટરમા રહેતા અને ખાનગી નોકરી કરતા દેવશીભાઇ જગમાલભાઇ વંશ (કોળી ) (ઉ. વ. રપ ) એ પોતાની ફરીયાદમા જામનગર રોડ પર એઇમ્સ હોસ્પીટલ જવાનાં રસ્તે આવતા રત્નમ બંગલોઝ મકાનં નં 54 મા રહેતા સંદીપ લોખીલ અને તેની સાથેનાં સાગર દાફડાનુ નામ આપતા બંને સામે ગાંધીગ્રામ પોલીસ મથકમા વિશ્ર્વાસઘાત અંગેનો ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા પીઆઇ મેઘાણીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ બી જાડેજા સહીતનાં સ્ટાફે તપાસ શરુ કરી છે.

ફરીયાદી દેવશીભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ મુળ કોડીનારનાં વતની છે અને હાલ રાજકોટમા ભાડાનાં મકાનમા રહી પ્રાઇવેટ નોકરી કરે છે . ફરીયાદી દેવશીભાઇ અને તેમનાં મીત્ર ગોપાલભાઇ બંને માધાપર ચોકડીથી મોરબી બાયપાસ જવાનાં રસ્તે આવેલા મૈસુર ભગત ચોક નજીક રાધે ચા ની હોટલે હતા ત્યારે તેઓને રત્નમ બંગલોઝમા રહેતા સંદીપ લોખીલ સાથે ઓળખ થઇ હતી અને તેઓએ ઓળખ થઇ હતી અને સ્ટાફ નર્સમા નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી જેથી બંને મીત્રો તેની વાતમા આવી ગયા હતા અને આરોપી સંદીપે સાગર દાફડા સાથે ઓળખાણ કરાવી એક વ્યકિતને સ્ટાફ નર્સમા નોકરી અપાવવા માટે 6 લાખ રૂપીયા થશે તેમ જણાવ્યુ હતુ .

આમ આ બંને ગઠીયાઓએ ફરીયાદી દેવશીભાઇ વંશ તેમનાં મીત્ર ગોપાલભાઇનાં થઇને કુલ 12 લાખ રૂપીયા લીધા હતા પરંતુ નોકરી ન મળતા અને આરોપીઓએ ફોન બંધ કરી દેતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા જયાથી જાણવા મળ્યુ હતુ કે બંને ગઠીયાઓએ અન્ય લોકોમા હરેશભાઇ કમાભાઇ ગમારા પાસેથી 8.10 લાખ , મેલાભાઇ જગાભાઇ ચાવડા પાસેથી 8.10 લાખ અને વર્ષાબેન મનસુખભાઇ રાઠોડ પાસેથી 6 લાખ આમ કુલ 34.20 લાખ રૂપીયા પડાવી લઇ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખતા ગાંધીગ્રામ પોલીસ મથકમા વિશ્ર્વાસઘાત અંગેની ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *