આશાપુરાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતી પ મહિલા ઝડપાઇ

શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમા રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતી પાંચ મહિલાને રૂ. 30 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની…

શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમા રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતી પાંચ મહિલાને રૂ. 30 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ. એસ. ગરચર, એએસઆઇ ચેતનભાઇ ચાવડા, હેડ કોન્સ ઉમેશ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો દરમિયાન કોઠારીયા રોડ પર આશાપુરાનગર શેરી નં 7 મા રહેતા લીલાબેન ડાયાભાઇ રોકડ પોતાના મકાનમા જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા લીલાબેન રોકડ ઉપરાંત નયનાબા વનરાજસિંહ સરવૈયા, પુજાબેન નવીનભાઇ ધામેલીયા, કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા અને ભકિતબેન જયંતિભાઇ રાજગોરને ઝડપી પાડી પટ્ટમાથી રૂ. 30 હજારની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *