નિવૃત્ત DYSP પાસે જમીનના પૂરતા દસ્તાવેજ નહીં હોવાથી વિવાદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ

શહેરના નહેરુનગર બસ સ્ટોપ પાસે જમીન વિવાદમાં થયેલી ફાયરિંગની ઘટનામાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઝાંસીની રાણીના પુતળા…

શહેરના નહેરુનગર બસ સ્ટોપ પાસે જમીન વિવાદમાં થયેલી ફાયરિંગની ઘટનામાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઝાંસીની રાણીના પુતળા નજીક આવેલ એક જમીન પર નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ તથા તેમના પરિવારનો કબજાનો દાવો છે, તે જમીન હિતેષ ભારબીડીયા, હરેશ ભારબીડીયા તથા અન્ય લોકોએ અશોક ચૌહાણ પાસેથી ભાડે રાખી હતી.

હરેશ અને હિતેષ આ પ્લોટમાં હંગામી સ્ટોલનું માર્કેટ બનાવવા માંગતા અને તેમણે ઘણા લોકો પાસેથી સ્ટોલ માટે રૂૂપિયા લીધા હતા, જોકે હંગામી માર્કેટ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની મંજૂરીની જરૂૂર હતી અને તેના માટે જમીન પૂરતા દસ્તાવેજી પુરાવા જરૂૂરી હતા. હિતેષ તથા હરેશે આ અંગે અશોક ચૌહાણ પાસે પુરાવા માંગ્યા. જે નહિં મળતા આ વિવાદ શરૂૂ થયો હતો. આજે હિતેષ-હરેશ અને તેના અન્ય સાથીઓ જમીન પર હાજર હતા અને ત્યાં નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થતાં અશોક ચૌહાણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

હિતેષ અને હરેશ દ્વારા જે લોકોને સ્ટોલ ભાડે આપવામાં આવ્યા હતા. તે પૈકી એક રૂૂપાબેન વ્યાસ પણ છે જેમણે ઇમિટેશન જ્વેલરીના સ્ટોલ માટે 75 હજાર રૂૂપિયા ડિપોઝીટ ભરી સ્ટોલ ભાડે રાખ્યો હતો. જોકે ચોક્કસ સમયમાં સ્ટોલ શરૂૂ ન થતાં તેમણે સેટેલાઇટ પોલીસ મથકે અરજી કરી હતી, ત્યારે આજે ફાયરિંગની ઘટનાની જાણ થતાં તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા.

સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતાં રૂૂપા વ્યાસે જણાવ્યું હતું કે, ત્રણ લોકોને જમીન લઈને વિવાદ ચાલતો હતો, ખુલ્લા પ્લોટમાં ખાણીપીણી, કપડાનું બજાર કરવાનું તૈયાર કરવાનું હતું. ત્યારે ચૌહાણ નામના કોઈ વ્યક્તિ સતત કામ અટકાવતો હતો. છેલ્લા એક વર્ષથી કામ અટકાવ્યું હતું. ચૌહાણ નામના વ્યક્તિએ 4 કરોડ લઈને કામગીરી અટકાવી હતી. આજ કામગીરી લઈને વિવાદ ઊભો થતા 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ સેટેલાઇટ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી હતી અને પાંચ રાઉન્ડ ફાયરિંગ થયેલ ખાલી કારતૂસ કબજે લીધા હતા. ઋજકની મદદ લઇ ફાયરિંગ કરનાર અશોક ચૌહાણને પોલીસ સ્ટેશન લવાયા હતા અને જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે બંદૂક કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *