રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કોટડાસાંગાણી વિસ્તારમાં સફળ રેઇડ કરી છે. કોટડાસાંગાણી ગામની સીમમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા શખ્સોને કુલ રૂૂપિયા 1,31,400/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
કોટડાસાંગાણીથી માણેકવાડા જવાના જૂના રસ્તે, મનીષભાઇ સોરઠીયાની વાડી પાસેના ખરાબામાં રેઇડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી 5 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડ રકમ, 3 મોટરસાયકલ અને 5 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ઝડપાયેલ આરોપીઓમાં 1. મનીષભાઇ ઘુસાભાઇ સોરઠીયા (રહે. કોટડાસાંગાણી), 2. રવજીભાઇ હકુભાઇ રાઠોડ (રહે. કોટડાસાંગાણી), 3. કીરીટભાઇ રણછોડભાઇ પરમાર (રહે. ગોંડલ), 4. રવીભાઇ શ્યામશુંદરભાઇ જેઠવાણી (રહે. ગોંડલ), 5. મોહમદ નસીબ અબ્દુલ વહિદ મનસુરી (રહે. ગોંડલ) અને નાસી છૂટેલા આરોપીઓમાં 1. રવીભાઇ મનસુખભાઇ બાવળીયા (રહે. ગોંડલ), 2. ભોલાભાઇ (રહે. ગોંડલ) સમાવેશ થાય છે. પોલીસે રેડ દરમિયાન રોકડા રૂૂ. 30,900/-, 3 મોટરસાયકલ (રૂૂ. 80,000/-), 5 મોબાઈલ ફોન (રૂૂ. 20,500/-), કુલ મુદ્દામાલ કિંમત રૂૂ. 1,31,400/- મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં કઈઇના ઙઈં વી.વી. ઓડેદરા, ઙજઈં કે.એમ. ચાવડા તથા સમગ્ર ટીમ જોડાઈ હતી. (તસવીર: સલીમ પતાણી, કોટડાસાંગાણી)
