પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે ચાંદલોડિયા અને ચાંદલોડિયા યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂૂ કરતા પહેલાં એ ખાતરી કરી લે કે તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી રહી છે. સાચા સ્ટેશનની માહિતી લેવાથી ટ્રેન ચૂકી જવાથી અથવા અન્ય અસુવિધાઓથી બચી શકાય છે.
ચાંદલોડિયા સ્ટેશનથી સંચાલન થનાર ટ્રેનોમાં 1. 20937 પોરબંદર દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ, 2. 20938 દિલ્હી સરાય રોહિલ્લા પોરબંદર એક્સપ્રેસ, 3. 19269 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ, 4. 19270 મુઝફ્ફરપુર પોરબંદર એક્સપ્રેસ, 5. 22958 વેરાવળ ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસ, 6. 22957 ગાંધીનગર કેપિટલ વેરાવળ સોમનાથ એક્સપ્રેસ, 7. 19120 વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, 8. 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ, 9. 09569 રાજકોટ બરૌની સ્પેશિયલ, 10. 09570 બરૌની રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.
પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ પ્રવાસ પહેલાં તેમની ટ્રેનનું સાચું સ્ટેશન ચોક્કસપણે તપાસી લે અને સમયસર ત્યાં પહોંચે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય તેમ જણાવ્યું છે.
