‘તને પંચાયતનો વીડિયો મૂકવાનો બહુ શોખ છે,’ કહી યુવાનને નવાગામમાં આંતરી પાંચ શખ્સોએ માર માર્યો

નવાગામમાં માધવી સ્કૂલ પાસે રહેતાં વિશાલભાઇ મુકેશભાઇ પરમાર (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિલન રાઠોડ નામના શખ્સનું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે બીએનએસ એક્ટ…

નવાગામમાં માધવી સ્કૂલ પાસે રહેતાં વિશાલભાઇ મુકેશભાઇ પરમાર (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિલન રાઠોડ નામના શખ્સનું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે બીએનએસ એક્ટ 115(2), 118(1) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેમને નવાગામ મેઈન રોડ પર આવેલ ઊર્જા કોમ્પલેક્ષમાં બીજા માળે ન્યુઝની ઓફીસ આવેલ છે.ગઇ તા.10 ના રાત્રીના સમયે તે પોતાનું એકટીવા લઈ ઓફીસેથી ધરે જવા નીકળેલ અને નજીકમાં આવેલ શ્યામ ડેરી પાસે દુધ લેવા ઉભો રહેલ અને દુધ લઈ રવાના થયેલ ત્યારે માંધાતા સોસાયટી તથા સોમનાથ રેસીડેન્સી વચ્ચે પસા2 થતી વખતે એક ત્રિપલ સવાર અને એક ડબલ સવાર એકટીવામાં ઘસી આવેલ અને ડબલ સવાર એક્ટિવમાંથી બે શખ્સો તેમની પાસે આવી કહેવા લાગેલ કે, તું ઉભો રહે તને પંચાયતના વિડીયો મુકવાનો બહુ શોખ છે તેમ કહી ગાળો દેવા લાગેલ જેથી પાંચ અજાણ્યા શખ્સને કહેલ કે, શુ કામ ગાળો બોલો છો તેમ કહેતા તે ઉશ્કેરાય ગયેલા અને છરી- ધોકા અને પાઈપ સાથે આવેલ શખ્સોએ આડેધડ ઘા ઝીંકી હુમલો કરી દિધો હતો.

તેમજ અન્ય શખ્સો આડેઘડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા, એક શખ્સ પાસે રહેલ છરીના ત્રણ ઘા ઝીંકી સાથળના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી તેમને લોહી નિકળેલ અને નીચે પડી જતા આરોપીઓ નાસી છૂટ્યા હતાં.બાદમાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.આ ઝઘડો કરનાર પાંચ શખ્સો પૈકી એક શખ્સ મીલન રાઠોડ હોવાનું જાણવા મળેલ હતું. વધુમાં બનાવ અંગે જણાવ્યું હતું કે,તેમની ન્યુઝ ચેનલમાં બારેક દિવસ પહેલા નવાગામ પંચાયતની ઓફીસમાં અમુક માણસોએ વીડીયો બનાવેલ હોય જે તેમની ન્યુઝ ચેનલમાં અપલોડ કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ મંડળી રચી હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *