વીંછિયાના નાના માત્રામાં આર્મીમેન ઉપર પાંચ શખ્સોનો ધારિયાથી હુમલો

વિછીંયા તાલુકાનાં નાના માત્રા ગામે રહેતો અને આર્મીમા ફરજ બજાવતો યુવાન પોતાનાં ગામમા હતો ત્યારે જાહેરમા ગાળો બોલતા શખસોને ટપારતા પાંચ શખસોએ ઉશ્કેરાઇ જઇ આર્મી…

વિછીંયા તાલુકાનાં નાના માત્રા ગામે રહેતો અને આર્મીમા ફરજ બજાવતો યુવાન પોતાનાં ગામમા હતો ત્યારે જાહેરમા ગાળો બોલતા શખસોને ટપારતા પાંચ શખસોએ ઉશ્કેરાઇ જઇ આર્મી મેન પર ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિછીંયા તાલુકાનાં નાના માત્રા ગામે રહેતો અને આર્મીમા ફરજ બજાવતો વિજય સામતભાઇ ખાવડુ નામનો 3પ વર્ષનો યુવાન રાત્રીનાં અઢી વાગ્યાનાં અરસામા પોતાનાં ઘર નજીક હતો ત્યારે મહેશ ભુપત સહીત ચાર અજાણ્યા શખસોએ ઝઘડો કરી ધારીયા વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

આ અંગે પ્રાથમીક પુછપરછમા વિજય ખાવડુ આર્મીમા ફરજ બજાવે છે. અને હાલ એક મહીનાની રજા પર પોતાનાં વતન નાના માત્રા ગામે આવ્યો છે. રાત્રીનાં સમયે આર્મી મેન વિજય ખાવડુ ગામમા દુકાને બેઠો હતો. ત્યારે હુમલા ખોર શખસો જાહેરમા ગાળો બોલતા હતા જેથી આર્મી મેને જાહેરમા ગાળો બોલતા શખસોને ટપારતા હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આર્મી મેન ઉપર થયાની ઘટનાને લઇને વિછીંયા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *