મોવાણ પાટિયા નજીક ધાર્મિક કાર્યક્રમમાં ચોરી કરનાર રાજકોટની દાલનીયાં ગેંગના પાંચ શખ્સો ઝડપાયા

એકાદ માસ પૂર્વે ખંભાળીયાના મોવાણ પાટીયા પાસે રામાપીરના સ્તંભના ધાર્મિક કાર્યક્રમમાં આવેલ શ્રધ્ધાળુ મહિલાઓના ગળામાં પહેરવાના સોનાના ચેન, માળાઓ વિગેરે ચોરી થવા અંગે ખંભાળીયા પોલીસ…

એકાદ માસ પૂર્વે ખંભાળીયાના મોવાણ પાટીયા પાસે રામાપીરના સ્તંભના ધાર્મિક કાર્યક્રમમાં આવેલ શ્રધ્ધાળુ મહિલાઓના ગળામાં પહેરવાના સોનાના ચેન, માળાઓ વિગેરે ચોરી થવા અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હતો. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શનમાં જિલ્લા એલ.સી.બી.ની ટીમ અનડીટેકટેડ ગુન્હા શોધવા કાર્યરત હતી તે દરમ્યાન ટીમને હયુમન સોર્સીસ અને ટેકનીકલ કક્ષાએથી મળેલ બાતમીના આધારે ખંભાળીયા ખામનાથ પુલ પાસેથી રાજકોટની દાતનીયા ગેન્ગના ચાર મહિલા અને એક પુરૂૂષને ઝડપી લીધા હતા જેમના કબ્જામાંથી એલસીબી ટીમને સોનાના ચેઈન, માળા વિ. મળીને રૂૂા.7,67,000/- નો મુદ્દામાલ કબ્જે કરી ખંભાળીયા પો.સ્ટે.ને સોંપતા પોલીસે ઝડપાયેલ લાભુબેન પોલાભાઈ કાંજીયા, પ્રભાબેન કિશનભાઈ સોલંકી, મીના જીવનભાઈ કાવઠીયા, જનાબેન અજિતભાઈ સોલંકી અને બબલુ ધીરૂૂભાઈ ઉધરેજીયા નામના રાજકોટના પાંચ વ્યકિતઓ વિરૂૂધ્ધ ધોરણસરની કામગીરી હાથ ધરી છે. સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ બી.જે.સરવૈયા, પીએસ આઈ બી.એમ.દેવમુરારી, એસ.વી.ક ાંબલીયા, એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, હે.કો. ગોવિંદભાઈ કરમુર, લાખાભાઈ પિંડારીયા, મુકેશભાઈ કેસરીયા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. પ્રકાશભાઈ ચાવડા તથા ડ્રા.હે.કો.હસમુખભાઈ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *