રૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન

વાંકાનેરના રૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન થયું હતું. ચોટીલાના ચિત્રોડા ગામે રહેતો પરિવાર તેની વાડીએ હતો ત્યારે કોબીનું શાક…

વાંકાનેરના રૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન થયું હતું. ચોટીલાના ચિત્રોડા ગામે રહેતો પરિવાર તેની વાડીએ હતો ત્યારે કોબીનું શાક અને રોટલા ખાધા બાદ તમામની તબીયત લથડતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના ચીત્રોડા ગામે રહેતા શિવાભાઇ ભલાભાઇ ચૌહાણ ઉ.વ.55, જેસાભાઇ સામજીભાઇ ગલાણી ઉ.વ. 50, લાભુબેન શિવાભાઇ ચૌહાણ ઉ.વ.50, સંગીતા સાગરભાઇ ગલાણી ઉ.વ.30, ધનીબેન જેસાભાઇ ગલાણી ઉ.વ.35 તમામ ગઇકાલે બપોરે હીરાસર એરપોર્ટ નજીક વાંકાનેરના રૂપાવટી ગામે આવેલી પોતાની વાડીએ હતા.

જયાં તેઓએ કોબીનું સાક અને રોટલા ખાધા બાદ મહીલા સહીત તમામની તબીયત લથડવા લાગી હતી જેથી તેઓને સારવાર માટે રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રાથમીક નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી આવી તમામ પાંચેય લોકોના નિવેદન નોંધાવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *