રાજકોટમાં શ્ર્વાન મામલે ડખ્ખો, દંપતી સહિત પાંચ પર જીવલેણ હુમલો

આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ઘરમાં ઘુસી મુસ્લિમ પરિવાર પર હુમલો કર્યો, ઘવાયેલા ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે બનાવ સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો, આરોપીઓને સકંજામાં લેવા કવાયત:…

આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ઘરમાં ઘુસી મુસ્લિમ પરિવાર પર હુમલો કર્યો, ઘવાયેલા ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા

પોલીસે બનાવ સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો, આરોપીઓને સકંજામાં લેવા કવાયત: રાયોટ, હત્યાનો પ્રયાસ, મારામારી અને ધમકીની કલમ હેઠળ કાર્યવાહી

રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટમાં આવેલા હુસીને ચોકમાં ગઇકાલે રાત્રીના સમયે શ્ર્વાન ઘર પાસે લઘુશંકા કરી જતો રહેતો હોય જેથી પાડોશીને મુસ્લિમ મહિલાએ ટપારતા પાડોશી ઉશ્કેરાયા હતા અને મોડી રાત્રે જ ધોક-પાઇપ અને છરી લઇ મુસ્લિમ પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં મારા મારી દરમિયાન દંપતિ સહિત પાંચ લોકો ઘવાયા હતા અને તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસના સ્ટાફે બનાવ સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ મામલે આજીડેમ પોલીસે 10 જેટલા શખ્સો સામે રાયોટીંગ, ધમકી, મારામારી અને હત્યાના પ્રયાસી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ આરોપીઓને પકડવા પોલીસની ટીમો કામે લાગી ગઇ હતી.

વધુ વિગતો મુજબ કોઠારિયા સોલવન્ટમાં આવેલા હુસેની ચોકમાં રહેતા મુસ્કાનબેન ઇબનેમભાઇ ફારુકી (ઉ.વ.23)એ પોતાની ફરિયાદમાં તેના પાડોશમાં રહેતા વીકી, સંજય પાડલીયા, ગોગો, વીકીનો ભાઇ રોકી, મનીષ ઉર્ફે કકૂ, રવિરાજ કાઠી, જનકો કબુતરવાળો, વીકીની પત્ની, મનીષ ઉર્ફે કકૂની બે બહેન મનીષ ઉર્ફે કકૂની માતા જશુબેનનું નામ આપતા તેમાની સામે રાયોટીંગ, ધમકી, મારામારી અને હત્યાના પ્રયાસી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં મુસ્કાનબેને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ મજૂરી કામ કરે છે અને તેઓ સંયુકત કુટબમા રહે છે.

પાડોશમાં રહેતા વીકીનો પાળીતો કુતરો અવાર-નવાર તેઓના ઘર પાસે લઘુશંકા કરી જતો હોય જેથી આ વીકીને અને તેમના પરિવારને આ બાબતે સમજાવવા જતા તેઓએ તેનો ખાર રાખી ગઇકાલે રાત્રીના સમયે એક સંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી મુસ્કાનબેનના ઘરમાં ધુસી મુસ્કાનબેન, તેમના પતિ ઇબનેમભાઇ ફારુકી (ઉ.વ.27), તેમના સાસુ નસીમબેન મહેબ્બુભાઇ (ઉ.વ.45) અને ઇરજાબેન દિનેશભાઇ ફુલાણી (ઉ.વ.22)અને હનીફાબેન દિનેશભાઇ (ઉ.વ.47)પર ધોકા-પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં તમામને શરીરે ઇજા ઓ પહોંચી હતી અને ઘવાયેલા તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જેમાં ઇબનેમભાઇ ફારુકી (ઉ.વ.27)ની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇબનેમભાઇના લગ્નને 4 વર્ષ થયા છે અને તેઓ કારખાનામાં મજૂરી કામ કરે છે. આ ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા, સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ આરોપીઓને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *