મોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ

પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) વાળા વૃદ્ધ ગત તા. 13 ના રોજ બપોરે ભડિયાદ ગામ નજીક રેલ્વે ટ્રેક પર મોરબી…

પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) વાળા વૃદ્ધ ગત તા. 13 ના રોજ બપોરે ભડિયાદ ગામ નજીક રેલ્વે ટ્રેક પર મોરબી વક્નએર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના તળાવીયા શનાળા ગામ નજીક નીયોલેક્ષ સેનેટરીની લેબર કોલોનીમાં રહેતા રામનિવાસ અનંદી શીંગ (ઉ.વ.56) નામના પૌઢને લેબર ક્વાર્ટરમાં છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં પૌઢનું મોત થયું હતું ત્રીજા બનાવમાં મોરબીના ક્ધયા છાત્રાલય રોડ રાધા પાર્ક 02 માં રહેતા પ્રિન્સ અમિતભાઈ પરમાર (ઉ.વ.18) નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું.

ચોથા બનાવમાં મૂળ છોટા ઉદેપુર હાલ રણમલપુર ગામની સીમમાં વાડીએ રહેતા અમીષા ઉર્ફે વર્ષા રમેશભાઈ વેલીયાભાઈ ઉર્ફે વેલજીભાઈ નાયક (ઉ.વ.17) નામની સગીરા વાડીએ હોય ત્યારે ઝેરી દવા પી લીધી હતી સગીરા ઘરકામ કે ખેતીકામ કરતી ના હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો જેથી ઝેરી દવા પી લીધી હતી સગીરાનું સારવારમાં મોત થયું હતું તેમજ પાંચમાં બનાવમાં મૂળ પંચમહાલ જીલ્લાના વણતી હાલ જુના ઘાટીલા ગામની વાડીમાં રહેતા શૈલેશભાઈ સવજીભાઈ બારૈયા (ઉ.વ.32) નામના યુવાન નવા ઘાટીલા ગામની સીમમાં કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો યુવાનની પત્ની રીસામણે જતી રહેતા નાસીપાસ યુવાને કેનાલના પાણીમાં કુદી આપઘાત કર્યાનું ખુલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *