જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા

પૂછપરછ દરમિયાન પશ્ર્ચિમ બંગાળના આધાર કાર્ડ મળ્યા, પાસપોર્ટ ધારા ભંગ બદલ ગુનો નોંધવા કાર્યવાહી સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવી રહ્યા…

પૂછપરછ દરમિયાન પશ્ર્ચિમ બંગાળના આધાર કાર્ડ મળ્યા, પાસપોર્ટ ધારા ભંગ બદલ ગુનો નોંધવા કાર્યવાહી

સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે. તેમજ ભારતના ચૂંટણી તંત્ર દ્વારા એસ.આઈ.આર. ની પણ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર શહેરમાંથી પણ ત્રણ મહિલા સહિતના પાંચ બંગલાદેશી નાગરિકો મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ થઈ છે.

હાલમા દેશમા ગેરકાયદેસર ઘુસણખોરી કરી ગેરકાયદેસર વસવાટ કરી દેશ વિરૂૂધ્ધી પ્રવૃતિ કરતા ઈસમોને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંગે એસ.ઓ.જી., ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી, તથા પોલીસ સબ ઈન્સપેકટર એલ.એમ.ઝેર અને એ.વી.ખેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેરના પટેલકોલોની વિસ્તારમા પેટ્રોલીંગમા જોડાયા હતા.

દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફ ને બાતમી મળેલી કે, જામનગરમાં પટેલ કોલોની, શેરી નંબર-11, સ્વસ્તીક મારબલની સામે આવેલ ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણી ના મકાનમાં બાંગ્લાદેશી નાગરીક ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. જેથી તે જગ્યાએ રેઈડ કરતાં ત્યાથી બે પુરૂૂષ તથા ત્રણ મહિલા એમ કુલ-5 બાંગ્લાદેશી નાગરીકો પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની પુર્વ મંજુરી વગર ભારત દેશમાં કોઈ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવ્યા હતા, જેથી તમામ ને ડીટેઇન કરી આગળની તપાસ શરૂૂ કરવામાં આવી છે. જે બાંગ્લાદેશી નાગરીકો (1) શાહબુદિન મોહમદ ગૌસ શેખ, (2) મહમદઆરીફ મુંઝીબર શેખ, (3) જમીલા બેગમ અનારદિ શેખ , (4) નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને (5) મુર્સીદા બેગમ મહમદઆરીફ મુઝીબર શેખ વગેરેનો સમાવેશ થાય છે. જેઓને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યા છે, જ્યાં તેઓ સામે પાસપોર્ટ ધારા ભંગ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તેઓની પુછપરછ કરતાં તેઓ પાસેથી પશ્ચિમ બંગાળ ના રહેવાસી હોવાના આધારકાર્ડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા સર્ચ કર્યા દરમિયાન બે મહિલાઓ ઘણા સમયથી અહીં ભાડેથી રહેતી હતી, જ્યારે ત્રીજી એક મહિલા તાજેતરમાં જ અહીં રહેવા આવી હોવાનું ઉપરાંત અન્ય બે પુરુષો પણ થોડો સમય પહેલા રહેવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાસે પાસપોર્ટ નહીં હોવાનું અને પોતે બાંગ્લાદેશથી આવ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવી ગયું છે, જેથી પાંચેય સામે પાસપોર્ટ ધારા ભંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવા અને ભારતીય એમ્બેસી ને જાણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *