40 લાખના વીમા ક્લેમ કૌભાંડમાં પાંચની ધરપકડ

  દેણુ વધી જતાં ચાની હોટલ સંચાલકે પોતાનું દેણુ ચુકવવા 40 લાખનું મેડીક્લેઈમ કર્યો હોય જેમાં બોગસ રિપોર્ટ ઉભા કરી આ 40 લાખનો મેડીક્લેઈમ મેળવવા…

 

દેણુ વધી જતાં ચાની હોટલ સંચાલકે પોતાનું દેણુ ચુકવવા 40 લાખનું મેડીક્લેઈમ કર્યો હોય જેમાં બોગસ રિપોર્ટ ઉભા કરી આ 40 લાખનો મેડીક્લેઈમ મેળવવા ષડયંત્ર રચ્યા અંગેનો ભાંડો ફુટ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી વિમા પોલીસી ધારક તથા સમર્પણ હોસ્પિટલનાકર્મચારી તેમજ સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ સેન્ટરના કર્મચારી મળી કુલ પાંચની ધરપકડ કરી છે. 40 લાખના ક્લેઈમમાં સમર્પણ હોસ્પિટલના કર્મચારી, ફિઝિયોથેરાપીસ્ટ તબીબ તેમજ બોગસ એમઆરઆઈ રિપોર્ટ આપનાર સહયોગ ઈમેજીંગના કર્મચારીઓની સંડોવણી ખુલી હતી.

મળતી વિગતો મુજબ શહેરના માધાપર ચોકડી પાસે એમ્પાયર કેવલમ કિંગડમમાં રહેતા મયુર છુંછાર નામના ચાની હોટલના સંચાલકે દેણુ વધી જતાં 40 લાખનો મેડીક્લેમ મુકી રૂપિયા મેળવવા માટેનું કાવતરું રચ્યું હતું અને પોતાને પેરાલીસીસની અસર થઈ હોવાનું જણાવી મેડીક્લેમ કર્યો હતો. જેમાં ઈન્સ્યોરન્સ કંપની માટે થર્ડ પાર્ટી ચકાસણીનું કામ કરતી એજન્સીના તબીબ ડોક્ટર રશ્મિકાંત પટેલ અને તેમની ટીમે તપાસ કરતા મયુર છુંછારનો ભાંડો ફુટ્યો હતો અને આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

ગાંધીગ્રામ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મયુર કરશન છુંછાર સાથે મદદગારી કરનાર ફિઝિયો થેરાપીસ્ટ ડોક્ટર માધાપરચોકડી પાસે દ્વારકા લોરાઈઝમાં રહેતા ડોક્ટર અંકિત હિતેશ કાથરાણી સાથે હોસ્પિટલના સારવારના કેસ પેપર રજૂ કરનાર સમર્પણ હોસ્પિટલનાકર્મચારી નાણાવટી ચોક પાસે જનની એપાર્ટમેન્ટમાં રહેતા ભાવિક પરેશ માકડ ઉપરાંત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સહયોગ ઈમેજીંગ સેન્ટરમાં બોગસ એમઆરઆઈ રિપોર્ટ કાઢી આપનાર શ્રમજીવી સોસાયટીમાં રહેતા હિતેશ રામજીભાઈ રવીઆ અને રામનાથપરામાં રહેતા હિમાંશુ ગોપાલ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે, 40લાખના ક્લેઈમમાં એમઆરઆઈના બોગસ રિપોર્ટ ઉભા કરનાર હિતેશ અને હિમાંશુને રૂપિયા પાંચ હજાર મળવાના હતાં.તેમજ સમર્પણ હોસ્પિટલના કર્મચારી ભાવિક તથા વિમા પોલીસી ધારક મયુર અને ફિઝિયોથેરાપીસ્ટ ડો. અંકિત કાથરાણીને 40 લાખના મેડીક્લેમમાંથી અમુક રકમ આપવાનું નક્કી થયું હતું અને જેથી આ કાવતરું રચીને મયુરે પોતાને પેરેલીસીસની અશર થયાનું જણાવીને મેડીક્લેમ મુક્યો હતો. જો કે, તપાસનીશ એજન્સીએ મયુરનો ભાંડો પોડી દેતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *