સોમનાથ જિલ્લામાં પાસા ધારા હેઠળ એકી સાથે પાંચ આરોપીએ જેલ હવાલે

ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ એન . વી. ઉપાધ્યાય દ્વારા સખ્ત…

ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ એન . વી. ઉપાધ્યાય દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ઉના તાલુકાના રહેવાસી રોહિત ઉર્ફે નાનો રોહિત ડાયાભાઈ વાજા, રોહિત ઉર્ફે મોટો રોહિત મોહનભાઈ વાજા ,વિજયભાઈ રામશીભાઇ ચુડાસમા, રણજી ઉર્ફે કોટવાળ નાનુભાઈ પામક ,જગદીશ ઉર્ફે ટીકુ હમીરભાઇ બાંભણીયા નામના ઈશમો દ્વારા તેઓ ના સહ આરોપી સાથે મળીને ભારતીય બનાવટી નો વિપુલ પ્રમાણમાં કિ.રૂૂ. 11,05, 125/- નો પ્રોહીબીશનનો મુદ્દામાલને હેરફેર કરવાની પ્રવૃતિમાં પકડાયેલા. જે અંગેની નવાબંદર મરીન પો. સ્ટે.માં તેઓ વિરુદ્ધ એફ.આર.આઇ. પણ નોંધાયેલ હતી.

આ ઈશમો ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણી માં બાધારૂૂપ થવાના તેમજ તેની આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિથી લોકો ના જાહેર સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચતી હોય તેવા કારણો જણાતા તેને આવા જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધનું કૃત્ય કરતા અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એ તા.01/01/ 2026ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા તમામ આરોપીઓને અમદાવાદ, સુરત, વડોદરા અને ભુજ ખાતે આવેલ જેલના હવાલે કરવામાં આવેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *