યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં હજુએ રાત્રિના સમયે બેરોકટોક મચ્છીમારી કરવામાં આવી રહી છે. પવિત્ર ગોમતી નદીમાં મચ્છી મારી કરતા ઇસમને સેવાભાવી યુવાનોએ પકડી પાડ્યા છે.
દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં મધ રાત્રિના મચ્છી મારી થતી હોવાની વાત દ્વારકા ના સિધ્ધનાથ ગૌ સેવા કરતા યુવકોને જાણ થતા તુરત મધ રાત્રિના ગોમતી નદી કાંઠે પહોંચી ગયેલા હતા. ત્યાં ચાર ઇસમો મોટી મચ્છી મારીની ની જાર પાથરી ગોમતી નદીમાં મચ્છી મારી કરી રહ્યા હતા. ત્યારે આ સેવાભાવી યુવકોએ મચ્છી મારીની ઝાળ સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો. ત્રણ ઈસમો ભાગી છૂટ્યા હતા. આ એક ઈસમને પોલીસના હવાલે કર્યો હતો.
ગોમતી નદીમાં દરરોજ દેશ-વિદેશથી આવતા હજારો ભાવિકો પવિત્ર સ્નાન કરતા હોય છે તેમજ નદીમાં રહેલ માછલાઓને સ્થાનિકો યાત્રિકો ચારો નાખી દાનપુન કરતા હોય છે. પવિત્ર ગોમતી નદીમાં જિલ્લા કલેકટર તેમજ એસપી હિન્દુ ધર્મની લાગણી ને ધ્યાને લઈ મચ્છી મારી ઉપર પ્રતિબંધ લગાવી કડક પગલા ભરે તેવી લોકોની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ આજ સિધનાથ ગૌ સેવા ગ્રુપના યુવકોએ ગોમતી નદિ માંથી મોટી ઝાડ પકડી પાડી હતી. ત્યારબાદ હજુ સુધી કોઈપણ તંત્ર દ્વારા ગંભીરતા લેવામાં આવી નથી. બે રોકટોક ગોમતી નદીમાં મચ્છી મારવાનો સિલસિલો યથાવત છે.
