ઉનાના નવાબંદરની ફિશિંગ બોટને વિદેશી સ્ટીમરે મધ દરિયે ટક્કર મારી, 8નું રેસ્ક્યુ

ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં નવાબંદર ગામની એક ફિશીંગ બોટને 43 નોટીમાઈલ મધ દરિયે અન્ય એક વિદેશી સ્ટીમર ટક્કર મારી નાસી છુટી હતી. જેમાં ફિશીંગ કરતી…

ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં નવાબંદર ગામની એક ફિશીંગ બોટને 43 નોટીમાઈલ મધ દરિયે અન્ય એક વિદેશી સ્ટીમર ટક્કર મારી નાસી છુટી હતી. જેમાં ફિશીંગ કરતી બોટના ખલાસી અને બોટનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.નવાબંદર ગામના બચુભાઈ કામળીયાની બોટ વિશ્વ કર્મા નવાબંદર કાંઠેથી ફિશરીઝ વિભાગની કચેરી પાસેથી ટોકન લઈ, ગત 12 ડીસેમ્બરે આઠ ખલાસી સાથે પુરતો ડીઝલ અનાજ અને બરફ નો જથ્થો લઇ માછીમારી કરવા નિકળી હતી.એવામાં નવાબંદરથી 43 નોટી માઈલ દૂર નેશનલ બોર્ડર નજીક દરિયાના ઊંડા પાણીમાં ફીશીગ કરી રહી હતી, ત્યારે 21 ડીસેમ્બરે વ્હેલી સવારે મધ દરિયે પ્રસાર થતી વિદેશી સ્ટીમરે અચાનક બોટને જોરદાર ટક્કર મારી નાસી છુટી હતી.

અકસ્માતમાં બોટનો પાછળનો ભાગ તુટી જતા દરીયાના પાણી તેમાં ભરાવા લાગતા બોટ મધ દરિયે પાણીમાં ડુબવા લાગી હતી. જો કે તે પુર્ણપણે ડૂબી જાય તે પહેલા ત્યાં ફિશીંગ કરતી તે જ ગામની અન્ય બોટ દોડી આવી અને પાણી વચ્ચે બોટમાં રહેલ આઠ ખલાસીને બચાવી અન્ય બોટમાં ખેંચી લીધા હતા. અને બોટમાં રહેલ સાધન સામગ્રી અને ફીશનો જથ્થો અન્ય બોટમાં ટ્રાન્સફર કર્યો. તેમજ દોરડાથી બાંધી તુટી ગયેલ બોટને નવાબંદર દરિયા કિનારે લંગારી દેવામાં આવી હતી. આ અકસ્માતની ઘટના નેશનલ દરીયાઇ સીમા વચ્ચે બનતાં અજાણી સ્ટીમર વિરુદ્ધ બોટ માલીકે નવી બંદર નેવી કોસ્ટ ગાર્ડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. દરિયાઈ સીમા માર્ગે અવારનવાર મોટાં જહાજો અને સ્ટીમર પ્રસાર થતી રહેતી હોય છે, એવામાં ફીશીગ એરીયામાં ઘુસી આવી નાની ફીશીગ કરતી બોટોને ટક્કર મારી જતી હોવાથી ખલાસીના જીવ જોખમમાં મૂકાય છે. પરંતુ આવી દેશ વિદેશની સ્ટીમર જહાજ સામે કોઈ કાર્યવાહી નહીં થતી હોવાનાં કારણે બોટ માલીકોને ભારે નુકસાની વેઠવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *