વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે બંદર વિસ્તારમાં રહેતા સંતોષભાઈ જીણાભાઈ દુબળા નામના 50 વર્ષના માછીમાર યુવાન રવિવારે તેમની ધનસાગર નામની બોટમાં દરિયામાં માછીમારી કરવા ગયા હતા. ત્યારે તેમને બોટની જાળ દરિયામાંથી ખેંચતી વખતે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નિલેશભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
