ભડકેશ્વર મંદિર પાછળના દરિયામાં ગેરકાયદે બોટો દેખાઈ
દ્વારકામાં વરસાદી માહોલ અને ભારે પવન તેમાં દરિયાકાંઠે 15 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. દ્વારકાના દરિયામાં માછીમારી કરવા જવા પ્રતિબંધ હોય ત્યારે ભડકેશ્વર મંદિર પાછળના દરિયામાં દ્વારકાના રૂૂપણ બંદરથી ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરવા ગયેલ બોટો આજે શનિવારના બોપલના બે વાગ્યા આસપાસ કેમેરામાં કેદ થઈ હતી. જોકે દરિયામાં માછીમારી કરવા ના જવા માટે મત્સ્યોદ્યોગ કમિશ્નરના આદેશ હોય તેનો ઉલાળયો સ્થાનિક તંત્ર કરી રહ્યું છે.
આજે પાછી મદદનીશ મત્સ્યોધોગ નિયામક ઓખા દ્વારા તમામ માછીમાર ને જાણ કરવામાં આવી છે કે હવામાન વિભાગ ની આગાહી મુજબ તા.22/8/25 થી તા.26/8/25 સુધી દરિયામાં પવનની ઝડપ 40 થી 50 કી.મી./કલાક થી વધી ને 60 કી.મી/ કલાક રહેશે અને દરિયો એકદમ રફ રહેશે. અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. તો આ સમયગાળામાં માછીમારોએ દરિયામાં જવું નહીં અને પોતાનો માલસામાન અને બોટ સલામત સ્થળે રાખવી. જેથી જાન માલ ની નુકશાની થતી અટકાવી શકાય. ઉક્ત બાબતે તમામ માછીમારો ને ખાસ તકેદારી રાખવા આથી સૂચના આપવામાં આવે છે. તે છતાં દ્વારકા જિલ્લાનું સંબંધિત તંત્ર ઉંધમા હોય જાફરાબાદ જેવો બનાવ બન્યા બાદ જ દ્વારકા જીલ્લા તંત્ર હરકતમાં આવશે કે શુ..? તે સવાલો ઉઠી રહ્યા છે.
