પહેલા સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી!

સરદારધામના ઉપપ્રમુખ ઉપર ખોડલધામ સમર્થિત પી.આઇ.એ કરેલા ખૂની હુમલાની ઘટનામા નવ સીસીટીવી ફૂટેઝમા ઘટસ્ફોટ રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ…

સરદારધામના ઉપપ્રમુખ ઉપર ખોડલધામ સમર્થિત પી.આઇ.એ કરેલા ખૂની હુમલાની ઘટનામા નવ સીસીટીવી ફૂટેઝમા ઘટસ્ફોટ

રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલા મામલે નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનાં વધુ એકCCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે. સીસીટીવી ફૂટેઝમા દેખાય છે કે, સૌ પ્રથમ જયંતી સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી હતી અને ત્યારબાદ પાર્ટી પ્લોટની બહાર બંન્ને વચ્ચે મારામારી થઇ હતી.


રાજકોટમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક જીવલેણ હુમલો થયો હતો. જયંતી સરધારાએ આ જીવલેણ હુમલાનો આરોપ ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરિયા પર લગાવ્યો હતો. જયંતી સરધારાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, સંજય પાદરિયાના મારથી તેઓ બેભાન થયા હતા. જો કે, હવે આ ઘટનાનાં વધુ એકCCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જયંતી સરધારા-PI સંજય પાદરિયા વચ્ચે હાથાપાઈ થઈ હોવાનું દેખાય છે.


આ ઘટના જેCCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં જયંતી સરધારા બેભાન ન થયા હોવાનું દેખાય છે. સાથે જ જયંતીભાઈ પોતે કાર લઈને નીકળતા જોવા મળે છે. ઉપરાંત, PI સંજય પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવાનું પણCCTV માં દેખાય છે.CCTV ફૂટેજમાં જયંતી સરધારા દ્વારા સંજય પાદરિયાને ધક્કો મારવામાં આવે છે અને ત્યારબાદ પગથી લાત મારવામાં આવે છે એવા દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય આગેવાનો બંનેને સમજાવતા હોય તેવા પણ દ્રશ્યો દેખાય છે. આCCTV ફૂટેજ સામે આવ્યા બાદ સવાલ ઊભો થયો છે કે શું જયંતી સરધારા દ્વારા મીડિયા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ?


ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો હાલ આખા ગુજરાતના પાટીદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક લગ્ન પ્રસંગ દરમિયાન આઈસ્ક્રીમ કાઉન્ટર પાસે જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. નખોડલધામ બોદુ છે! હોદ્દેદારોથી કઈ ઉકળતું નથી… સહિતની ટિપપણી કરવામાં આવી હતી. જે ટિપ્પણી બાદ મામલો બિચક્યો હતો, અને પી.આઈ સંજય પાદરીયા અને જયંતિ સરધારા વચ્ચે બોલાચાલી થઈ હતી. પાર્ટી પ્લોટની બહાર નીકળ્યા બાદ બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ હતી.


સમગ્ર મામલે નવો વળંક આવે તેવી શકયતા છે. જયંતિ સરધારાએ પહેલા હુમલો કર્યો હોવાની ચર્ચા વહેતી થઈ છે. જૂનાગઢ પીઆઇ સંજય પાદરીયાને ઉશ્કેરવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ છે. સંજય પાદરીયા પર હુમલો થયા બાદ મુક્કો માર્યો હોવાનું કેટલાક લોકોનું કહેવું છે. જોકે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સીસીટીવીમાં સામે આવ્યું કે, PI સંજય પાદરીયાના હાથમાં કોઈ જ હથિયાર નથી.

CCTV માં એકલા ચાલીને જતાં હોવાનું સામે આવ્યું છે. જમણવાર દરમિયાન બોલાચાલી બાદ તેઓ બારોબાર ચાલ્યા ગયા હતા. જયંતિ સરધરા ગાડીમાંથી ઉતરીને સંજય પાદરીયા સાથે બોલાચાલી કરી રહ્યાં છે. સાચી હકીકત પોલીસ તપાસમાં સામે આવશે. તો બીજી તરફ, સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મુદ્દા બાદ પીઆઇ સંજય પાદરીયા ઓફિશિયલ રજા પર હોવાનું ખૂલ્યું છે. રજા પર હોવાથી તેનું હથિયાર જમા કરેલું હોવાનું સામે આવ્યું છે.

સરધારા-5ાદરિયા વિવાદમાં ભાજપ-કોંગ્રેસ કુદાવ્યું
જયંતિ સરધારા ઉપર થયેલા હુમલાએ રાજકીય સ્વરૂૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસ નેતા મનહર પટેલએ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારથી ખોડલધામની સ્થાપના થઈ છે ત્યારથી નરેશ પટેલ ભાજપને ખૂંચે છે, ખોડલધામ સંસ્થા સમગ્ર વિશ્વમાં વસતા લેઉઆ પટેલને એક કરવાનું કામ કરી રહી છે, જયંતિ સરધારા ઉપર હુમલાની ઘટના ખોડલધામ વિરુદ્ધ કાવતરું હોવાની શક્યતા છે, ભાજપના લેઉઆ પાટીદાર નેતાઓએ યોગદાન આપવું હોય તો પક્ષની મંજૂરી લેવી પડે છે.


આ સંસ્થા પાટીદાર સમાજના બાલ બચ્ચાઓના ઉત્થાન માટે અને સંગઠન માટે છે, ભાજપની સરકારને ઉથલાવવા માટે નથી. તેમ છતા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેઉઓ પાટીદારના નેતાઓને ગર્ભીત ઈશારો કરવા માંગુ છું કે, તમે એક એવી રાજકીય પાર્ટીમાં છો કે, તમારે કઈ સમાજ માટે દાન આપવું હોય તો પણ રાજકીય આકાઓની પરમીશન લેવી પડે છે.


ખોડલધામ અને સરદારધામના આગેવાનો વચ્ચે મારામારીના મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને-સામને છે. કોંગ્રેસ નેતા મનહર પટેલે સમગ્ર હુમલાને ભાજપનું કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું ક, ભાજપ સંગઠિત સમાજને તોડવાનું કાવતરું કરી રહ્યું છે, જેને લઈ કોંગ્રેસના આરોપનો ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જવાબ આપ્યો છે. મહેશ કસવાલાએ ભાજપનો હાથ ન હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ખોડલધામ ધાર્મિક સંસ્થા છે તેમજ કોંગ્રેસના લોકો કેવી રીતે આ પ્રકારનું નિવેદન આપી શકે? કોંગ્રેસને ક્યાંય બોલવાનો મોકો મળતો નથી એટલે આવા નિવેદનો કરે છે અને આ ઘટનામાં ભાજપ પક્ષને કોઇ લેવાદેવા નથી તેમજ અંગત અદાવતને કારણે આ ઘટના બની છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *