હરાજીમાં મુહૂર્તનો ભાવ રૂા.35001 બોલાયો હતો
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક જોવા મળી હતી. યાર્ડમાં 30 કિલો નવા ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. હરાજીમાં મુહૂર્તના નવા ધાણાના 20 કિલોના ભાવ રૂૂ.35001 બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ સૌ પ્રથમ ધાણા ની આવક કરવામાં આવી હતી. જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂત મધુભાઈ રાદડિયા 30 કિલો નવા ધાણા લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પોહચ્યા હતા. અને આજરોજ વહેલી સવારે હરાજી પેહલા નવા ધાણાની પૂજન વિધિ કરી શ્રીફળ વધેરી હરાજી શરૂૂ કરવામાં આવી હતી. યાર્ડમાં ગોલ્ડન એગ્રી નામની પેઠી ધરાવતા સોહિલભાઈ કોટડીયા નામના વેપારી દ્વારા નવા ધાણા ની ઊંચી બોલી લગાવી રૂૂ. 35001/- ખરીદી કરી હતી. હરાજીમાં ઉપસ્થિત લોકોએ ખેડૂત અને વેપારીના મોં મીઠા કરાવ્યા હતા. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુંકે ગોંડલ યાર્ડમાં આજરોજ સિઝનની સૌ પ્રથમ ધાણા ની આવક કરવામાં આવી હતી. જસદણ તાલુકાના સાંણથલી ગામના ખેડૂતે આગોતરા ધાણાનું વાવેતર કર્યું હશે અને પહેલો વકલ તૈયાર થયો હશે આજરોજ નવા ધાણાના શ્રી ગણેશ થયા હતા હરાજીમાં ઓપનિંગ ભાવ રૂૂ. 35001 મળ્યા હતા.
