મોરબીમાં ભારતની જીતની આતશબાજી

ભારતની આ ઐતિહાસિક જીતની ઉજવણીમાં મોરબી પણ પાછળ રહ્યું નથી. ફાઇનલ મેચમાં ભારતની જીત નિશ્ચિત થતાની સાથે જ મોરબી શહેર અને જિલ્લાભરના ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ…

ભારતની આ ઐતિહાસિક જીતની ઉજવણીમાં મોરબી પણ પાછળ રહ્યું નથી. ફાઇનલ મેચમાં ભારતની જીત નિશ્ચિત થતાની સાથે જ મોરબી શહેર અને જિલ્લાભરના ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં ઠેર-ઠેર ભારે આતશબાજી કરવામાં આવી હતી. યુવાનોએ ’ભારત માતા કી જય’ તથા ’ઇન્ડિયા… ઈન્ડિયા’ ના નારાઓથી મોરબીનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. ક્રિકેટ રસિકોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. જાણે દિવાળીનો તહેવાર હોય તેવી આતશબાજી સાથે અદભુત અને ઉત્સાહવર્ધક માહોલ સમગ્ર મોરબી પંથકમાં જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *