જામનગરમાં વીજ ચોરી કેસમાં રૂ.20 લાખનો દંડ

દંડ ન ભરે તો એક વર્ષની સજાનો હુકમ જામનગર શહેર ના કિસાન ચોક, ઉનની કંદોરી વિસ્તારમાં સવા બે વર્ષ પહેલાં એક આસામી ના મકાનમાં વીજચોરી…

દંડ ન ભરે તો એક વર્ષની સજાનો હુકમ

જામનગર શહેર ના કિસાન ચોક, ઉનની કંદોરી વિસ્તારમાં સવા બે વર્ષ પહેલાં એક આસામી ના મકાનમાં વીજચોરી થતી હોવા નો આક્ષેપ મૂકી વીજ ચેકીંગ ટૂકડીએ રૂૂ.6,85,336 ની વીજચોરી અંગે એક આસામી સામે ફોજદારી ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં ખાસ વીજ અદાલતે આરોપીને 30 દિવસમાં વીજચોરીની રકમથી ત્રણ ગણો દંડ ભરવા અથવા એક વર્ષની કેદ ભોગવવા હુકમ કર્યો છે.

જામનગરની પીજીવીસીએલ કચેરીના ખંભાળિયા ગેઈટ સબ ડિવિઝન હેઠળના ઉનની કંદોરી સહિતના વિસ્તારોમાં ગઈ તા.1ર-1ર-ર3 ના દિવસે વીજ કંપનીના અધિકારીઓ એ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બશીર મુસા ખફી ને ત્યાં ચકાસણી કરાતા આ આસામી વીજ ગ્રાહક ન હોવા છતાં વિજલાઈન માંથી વીજચોરી કરી વીજળી વાપરતા મળી આવ્યા હતા.

ત્યાં રોજકામ અને ચેકીંગ સીટ તૈયાર કરાયા પછી નાયબ ઈજનેર એ.એમ. જાડેજા એ જીયુવીએનએલ પોલીસ મથકમાં રૂૂ.6,85,336 ની વીજચોરી અંગે બશીર મુસા ખફી સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ખાસ વીજ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને વીજચોરીની રકમનો ત્રણ ગણો એટલે કે રૂૂ.20 લાખ પપ હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ 30 દિવસમાં જમા ન કરાવવામાં આવે તો એક વર્ષ ની કેદનો હુકમ થયો છે. આ કેસ માં સરકાર તરફથી વકીલ રાજેશ વશીયર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *