સાંકળી શેરી અને ટ્રાફિકવાળા વિસ્તારમાં લાગેલી આગ હવે સરળતાથી કાબૂમાં લેવાશે

મનપા દ્વારા રૂા.3.44 કરોડના ચાર નવા મીની ફાયર ફાઇટર સેવામાં મૂકાયા વર્તમાનમાં આગ લાગવાના બનાવો વધી ગયા છે. જેમા ધણીવાર નાની શેરીઓ અને ટ્રાફિક વાળા…

મનપા દ્વારા રૂા.3.44 કરોડના ચાર નવા મીની ફાયર ફાઇટર સેવામાં મૂકાયા

વર્તમાનમાં આગ લાગવાના બનાવો વધી ગયા છે. જેમા ધણીવાર નાની શેરીઓ અને ટ્રાફિક વાળા વિસ્તારમાં ફાયર ફાયટરો જઇ શકતા નથી અને લાખો કરોડોનું નુકસાન થતુ હોય છે. ત્યારે આવા વિસ્તારમાં સરળતાથી ફાયર ફાયટર જઇ શકે તે માટે મિનિ વાહન વસાવવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના ઉપયોગ માટે રૂૂ.3.44 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ ચાર મીની ફાયર ફાઈટર વાહનોનું ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ ખાતે લોકાર્પણ(ફ્લેગ ઑફ) મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું.

આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, મંજુબેન કુગસીયા, ડો.દર્શનાબેન પંડ્યા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિ.ડી.ઘોણીયા, ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયર એન્ડ ઈમરજ્ન્સી સર્વિસીસ વિભાગના કર્મચારીઓ, ફાયરના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાટ હેઠળ રૂૂ.344 લાખના ખર્ચે 04 નંગ મીની ફાયર ફાયટર ખરીદ કરવામાં આવેલ છે. આ મીની ફાયર ફાયટરમાં 100 એચ પી એન્જીન ધરાવતી ટાટા કંપનીની ચેસીસ જજ304 ની 2000 લી. ની ટેન્ક, હાઇ પ્રેશર પંપ, હોઝરીલ, 7.5 મી. લેડર, હાઇડ્રોલીક કોમ્બીકટુલ તથા જરૂૂરી એસેસરીઝનો સમાવેશ કરવામાં આવેલ છે. આ મીની ફાયર કોમ્પેકટર (મીની) પ્રકારનું હોય સાંકળી શેરી તથા ટ્રાફીક વાળા વિસ્તારમાં લાગેલી આગ બુજાવવા માટે મીની ફાયર ફાયટરનો ઉપયોગ વિશેષ રૂૂપે કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *