જનરેટર ભાડે લઇ જઇ બારોબાર વેચી 13.53 લાખ પચાવી પાડનાર ગઠિયો પકડાયો

રાજકોટ શહેરમા યુનીવર્સીટી વિસ્તારમા રહેતા વેપારી પાસેથી જનરેટર ભાડે લઇ ગયા બાદ 13.53 લાખમા બારોબાર વેચી નાખતા ગઠીયા સામે ગુનો નોંધાયો હતો. આ ઘટનામા યુનીવર્સીટી…

રાજકોટ શહેરમા યુનીવર્સીટી વિસ્તારમા રહેતા વેપારી પાસેથી જનરેટર ભાડે લઇ ગયા બાદ 13.53 લાખમા બારોબાર વેચી નાખતા ગઠીયા સામે ગુનો નોંધાયો હતો.

આ ઘટનામા યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ હતી. આ બનાવમા નાસ્તા ફરતા આરોપીને ડીસીપી ઝોન ર ની નાસ્તા ફરતા સ્કવોડે આરોપીને ઝડપી યુનીવર્સીટી પોલીસને સોપી દીધો હતો. યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદી પાસેથી તેની માલીકીની જનરેટર ભાડે લઇ ગયા બાદ ફરીયાદીનુ જનરેટર આરોપી અજય જેન્તીભાઇ વોરા (રહે. સંતકૃપા મકાન લાભદીપ સોસાયટી શેરી નં ર મવડી પ્લોટ ) એ જનરેટર બારોબાર 13.53 લાખમા વેચી દઇ ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કરતા યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ હતી.

આ ઘટનામા પોલીસને ચકમો આપી નાસ્તા ફરતા આરોપીએ ડીસીપી ઝોન ર રાકેશ દેસાઇનાં તાબા હેઠળની નાસ્તા ફરતા સ્કવોડની ટીમનાં પીએસઆઇ આર એચ.ઝાલા , ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિત નીમાવત , અનીલભાઇ જીલરીયા, અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરા સહીતનાં સ્ટાફે આરોપી અજય વોરાને ઝડપી લઇ યુનીવર્સીટી પોલીસ મથકને સોપ્યો હતો . આરોપી અગાઉ મારામારી , ધમકીનાં ગુનામા પણ પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *