ઈસ્ટઝોનના વિસ્તારોને મળશે ઝડપી સુવિધા, વિભાગીય સ્ટાફ માટે આવાસ બિલ્ડિંગ બનશે
મહાનગરપાલિકા દ્વારા શહેરની વસ્તી અને વ્યાપ વધતા તેમજ આગની દુર્ઘટનામાં ઝડપી રાહત બચાવની કામગીરી થઈ શકે તે માટે નવા ફાયર સ્ટેશનો બનાવવાનો પ્રારંભ કર્યો છે. નવો રીંગ રોડ, કોઠારિયા અને રેલનગરમાં નવા ફાયર સ્ટેશન તેમજ કનક રોડ ફાયર સ્ટેશનનું નવીનીકરણ માટે મંજુરી આપ્યા બાદ હવે ઈસ્ટઝોનમાં બેડી પરા ફાયર સ્ટેશનના સ્થાને નવું અદદ્યતન ફાયર સ્ટેશન અને ત્યાં રહેવા માટે સ્ટાફ ક્વાટર બિલ્ડીંગ સહિતના રૂપિયા 21.44 કરોડના ખર્ચને મંજુરી આપી છે અને હાલ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શહેરને ઈસ્ટઝોન વિસ્તારનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોરબી રોડ બાદ તેમજ બેડી સુધી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો બનવા લાગ્યા છે. જેના લીધે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રોડ-રસ્તા, પીવાનું પાણી, સ્ટ્રીટલાઈટ અને ડ્રેનેજની સાથો સાથ આ વિસ્તારોના લોકોની સુરક્ષા માટે અદદ્યતન ફાયર સ્ટેશનની જરૂરિયાત ઉભી થતાં મહાપાલિકાએ બેડીપરાના નવા ફાયર સ્ટેશ અર્થે રૂપિયા 21.44 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. જે મુજબ બેડીપરા ખાતે અદદ્યતન ફાયર સ્ટેશનની સાથો સાથ આ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણેય સિફ્ટના સ્ટાફ માટે આવાસોનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ મોરબી જકાતનાકા પાસે આવેલ બેડીપરા ફાયર સ્ટેશનમાં સુવિધાઓ ઓછી હોવાના કારણે ઈમરજન્સી સમયે અન્ય ફાયર સ્ટેશનો ખાતેથી ટેન્કરો દોડાવા પડે છે.
જેના લીધે સમયની બરબાદી થતીં હોય અને સમયસર સુવિધા ન મળતા ખુંમારીનો સમાનો કરવો પડે છે. જેના લીધે હવે મોરબી રોડ પછીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં વસવાટ શરૂ થઈ ગયેલ હોય આ વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન માટેની દરખાસ્ત કરવામાં આવે જેને મંજુરી આપવામાં આવી છે. અને 21.44 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન તેમજ સ્ટાફ કોલોની સહિતનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બીડ ખુલ્યા બાદ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશ.ે ત્યાર બાદ મંજુરી મળ્યે તુરંત વર્કઓડર્ર આપી શહેરના નવા પાંચમાં ફાયર સ્ટેશનનું કામ શરૂ કરવામાં આવશે.
વધારે ચાર નવા ફાયર સ્ટેશન માટેનું આયોજન
મનપાના ફાયર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલમાં કાર્યરત ફાયર સ્ટેશનોનું નવીનીકરણ ઉપરાંત શહેરના અલગ અલગ ચાર સ્થળે નવા ફાયર સ્ટેશનો માટેની ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને બેડીપરા ફાયર સ્ટેશન માટે ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે હજુ પણ અગાઉ રજૂઆત થયેલ તેવા વિસ્તારો તેમજ જરૂરત પડ્યે ઉદ્યોગીક વિસ્તારોમાં વધુ ચાર નવા ફાયર સ્ટેશનો બનાવવા માટેની વિચારણા હાથ ઉપર લેવાય છે. જેના લીધે ટુકસમયમાં નવા વધુ ચાર ફાયર સ્ટેશનો બનાવવા કાર્યવાહી હાથ ધરાશે.
