શાપરના ઢોલરામાં સાફ-સફાઇ કરતી વખતે વીજશોક લાગતા એમબીએના છાત્રનું મોત

રાજકોટમાં રહી એમબીએના અભ્યાસ સાથે વીડિયો શૂંટીગનું કામ કરતો યુવાન ઢોલરા ગામે પોતાના ઘરે સાફ-સફાઇ કરતો હતો ત્યારે ડ્રોવરમાંથી વીજશોક લાગતા મોત નીપજ્યુ હતું. માતા-પિતાના…

રાજકોટમાં રહી એમબીએના અભ્યાસ સાથે વીડિયો શૂંટીગનું કામ કરતો યુવાન ઢોલરા ગામે પોતાના ઘરે સાફ-સફાઇ કરતો હતો ત્યારે ડ્રોવરમાંથી વીજશોક લાગતા મોત નીપજ્યુ હતું. માતા-પિતાના એકના એક આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો અક્ષય નીતિનભાઇ પાટડીયા નામનો 21 વર્ષનો યુવાન ગઇકાલે શાપરના ઢોલરા ગામે પોતાના ઘરે સાંજના સમયે સાફ-સફાઇ કરતો હતો ત્યારે ડ્રોવરમાંથી વીજકરંટ લાગતા યુવાન બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યા તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક અક્ષય પાટડીયા તેના માતા-પિતાનો આધારસ્થંભ એકનો એક પુત્ર હતો અને રાજકોટ રહી એમબીએના અભ્યાસ સાથે વીડિયો શૂંટિગનું કામ કરતો હતો. તેના પિતા તેના ઘરે સોની કામની દુકાન ધરાવે છે. અક્ષય પાટડીયા પોતાના ઘરે સાફ-સફાઇ કરતો હતો ત્યારે ડ્રોવરમાંથી લાગેલો વીજશોક જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *