અમેરિકાના ઓરલૈન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઇટમાં આગ લાગી હતી. જોકે, આગ લાગવાની માહિતી સમયસર મળી જતાં વિમાનમાં સવાર 282 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્ધારા વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે (સ્થાનિક સમય) ઓરલૈન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેલ્ટા એર લાઇન્સના એક વિમાનમાં આગ લાગી હતી, ત્યારબાદ મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા બહાર કાઢવા પડ્યા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ડેલ્ટા એરલાઇન્સે જણાવ્યું હતું કે એટલાન્ટા જતું વિમાન રનવે માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેના બે એન્જિનમાંથી એકમાં આગ લાગી ગઈ. એફએએ એ આ ઘટનાની તપાસ શરૂૂ કરી છે. આ ઘટનાને ટર્મિનલમાં એક મુસાફરે પોતાના ફોનમાં કેદ કરી હતી.