જામનગર જિલ્લા પંચાયત માં બીજા માળે આવેલી હેલ્થ વિભાગની એક કચેરીમાં આજે વહેલી સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને થોડીવારમાં આગે મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.ન આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં સૌપ્રથમ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.
જામનગર જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ વહેલી સવારે 6.00 વાગ્યા ને 38 મિનિટે આગ લાગ્યા નો કોલ ફાયર બ્રિગેડ ની ટીમને કર્યો હતો, તેથી સ્ટેશન ફાયર ઓફિસર જે કે ડામોર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી આગને બુજા
વી દીધી હતી.ન સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી અન્ય વિભાગમાં આગ પ્રસરતી અટકી હતી.
હેલ્થ વિભાગના ડીપીએમયુ બ્રાન્ચમાં 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર તથા કચેરીને લગતું અન્ય સાહિત્ય અને ફર્નિચર વગેરે આ આગમાં બળીને ખાખ થયા હતા, જેથી જિલ્લા પંચાયતની આ કચેરીને રૂૂપિયા નવ લાખથી વધુનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.ન જિલ્લા પંચાયત નો આરોગ્ય વિભાગનો અધિકારીઓ સહિતના કાફલો દોડી આવ્યો હતો, અને આ કચેરીમાં આગ કઈ રીતે લાગી છે, તેમ જ કેટલું નુકસાન થયું છે, વગેરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહેલી સવારે આગની ઘટના બની હોવાથી સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
